Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

ગૌતમ અદાણી ફરી એશિયાના નંબર 2 ધનપતિ :ચીનના ઝોંગ શેન શેનને પછાડી ફરીવાર દ્રિતિય સ્થાન પ્રાપ્ત કર્યું

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી હજુ એશિયાના પ્રથમ નંબરના રઇસ તરીકે યથાવત

નવી દિલ્હી :અદાણી ગ્રુપના ચેરમેન અને ગુજરાતી ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ફરી એશિયાના નંબર 2 ધનપતિ બની ગયા છે. તેમણે ચીનના બિઝનેસમેન ઝોંગ શેન શેનને પછાડી પૂનઃ આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. બંને વચ્ચે બીજા સ્થાન માટે ઘણા સમયથી ખેંચાતાણ ચાલુ છે. જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી હજુ પણ એશિયાના પ્રથમ નંબરના રઇસ તરીકે યથાવત છે.

અદાણી ગ્રુપના શેરોમાં આવેલી તેજીને કારણે ગૌતમ અદાણીની નેટવર્થમાં એક જ દિવસમાં 3.75 અબજ ડોલરનો વધારો થઇ ગયો. એક વર્ષમાં તેમની સંપત્તિમાં 41.2 એબજ ડોલરનો વધારો થયો. તેઓ 75.0 અબજ ડોલરની નેટવર્થ સાથે વિશ્વના ધનિકોની યાદીમાં 14મા સ્થાને છે.

દેશની નંબર કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરોમાં આશરે 15 ટકાનો વધારો થયો. જેને પગલે મુકેશ અંબાણીની નેટવર્થમાં ઊછાળો આવ્યો બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સના રિપોર્ટ મુજબ 84.2 અબજ ડોલરની સંપત્તિ સાથે મુકેશ અંબાણી વિશ્વના ધનિકોમાં 12 સ્થાને છે. આ વર્ષે તેમની નેટવર્થમાં કુલ 7.53 અબજ ડોલરનો વધારો નોંધાયો. જેની સામે અદાણીની નેટવર્થ 41 અબજ ડોલરથી પણ વધુ વધતા અદાણી અને અંબાણીની સંપત્તિમાં માત્ર 9.2 અબજ ડોલરનો તફાવત છે

 

Bloomberg Billionaires Index અમેઝોનના સીઇઓ જેફ બેજોસ વિશ્વના ટોપ-1 ધનકુબેર છે. તેમની સંપત્તિ 188 અબજ ડોલર છે. જ્યારે ફ્રાન્સના બિઝનેસમેન અને વિશ્વની સૌથી મોટી લકઝરી ગુડ્સ કંપની LVMH Moët Hennessyના ચેરમેન ઓફ એક્ઝિક્યૂટિવ બર્નાર્ડ અરનોલ્ટ 173ની નેટવર્થ સાથે બીજા સ્થાને છે. થોડા સમય માટે તેમણે બેજોસનું નંબર વન સ્થાન આંતકી લીધુ હતું.

વિશ્વની સૌથી મુલ્યવાન ઇલેક્ટ્રિક ઓટો કંપની ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ એલન મસ્ક ત્રીજા સ્થાને છે. તેમની સંપત્તિ હાલમાં 168 અબજ ડોલર છે. આ લિસ્ટમાં માઇક્રોસોફ્ટના સહસંસ્થાપક બિલ ગેટ્સ 114 અબજ ડોલરની સંપત્તિ ધરાવે છે. તેઓ 4થા સ્થાને છે. 2 Asian

અમેરિકન મીડિયાના દિગ્ગજ અને ફેસબુકના સીઇઓ માર્ક ઝૂકરબર્ગ 123 અબજ ડોલરની નેટવર્થ સાથે 5મા ક્રમે છે. જ્યારે જાણીતા ફાઇનાન્સિયર વોરેન બફેટ 110 અબજ ડોલરની સંપત્તિ ધરાવે છે. તેમનું સ્થાન 6ઠ્ઠુ છે. અમેરિકી કમ્પ્યૂટર સાયન્ટિસ્ટ અને ઇન્ટરનેટ સાહસી લેરી પેજ 7મા સ્થાને છે. તેમની કુલ સંપત્તિ 108 અબજ ડોલર છે.

ગૂગલના કો ફાઉન્ડર સર્ગેઇ બ્રિનની નેટવર્થ 105 અબજ ડોલર છે. તેઓ 8મા ક્રમે છે. લેરી એલિસન (92.7 અબજ ડોલર) 9મા અને ફ્રાન્સની ફ્રેનેકોઇસ બેટ્ટનકોર્ટ મેયર્સ ટોપ-10ની યાદીમાં એક માત્ર મહિલા ધનિક છે. જેમનું 10મા સ્થાન સાથે તેમની સંપત્તિ 90.1 અબજ ડોલર છે

(10:08 pm IST)