Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

હવે હદ થઇ ગઈ :‘મારા મર્યા બાદ તું સુખી રહેવા માંગે છે ?: સાસુએ ગળે ભેટી વહુને સંક્રમિત કરી

આઇસોલેશનમાં રહેલ કોરોના પોઝિટિવ મહિલાએ પોતાની વહુને પરાણે ગળે ભેટીને તેને પણ કોરોનાથી સંક્રમિત કરી દીધી

નવી દિલ્હી : સાસૂ-વહૂ સાથે સંકળાયેલો એક વિચિત્ર કિસ્સો તેલંગાણાથી સામે આવ્યો છે. જેને સાંભળીને સૌ કોઈ ચોંકી ઉઠ્યાં છે. વાસ્તવમાં અહીં એક મહિલા કોરોના પોઝિટિવ હોવાથી તેને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવી હતી. આ દરમિયાન તે પોતાની પુત્રવધુને મહેણાં મારવા લાગી હતી. આટલું જ નહીં, મહિલા પોતાની વહુને પરાણે ગળે ભેટીને તેને પણ કોરોનાથી સંક્રમિત કરી દીધી હતી. Home Isolation

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, તેલંગાણાના સોમરીપેટા ગામમાં એક મહિલાનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવતા તેને ઘરમાં જ આઈસોલેટ કરવામાં આવી હતી. કોરોના ફેલાવવાના ડરથી પરિવારના લોકોએ તેને મળવાનું બંધ કરી દીધુ હતું. જો કે આ વાતથી મહિલા ભડકી ગઈ અને પોતાના પરિવારના સભ્યોથી નારાજ રહેવા લાગી હતી.

હોમ આઈસોલેશનમાં રહેવા દરમિયાન સંક્રમિત મહિલાનો સ્વભાવ ચીડિયો થઈ ગયો હતો. તે પોતાના પરિવારના સભ્યોને વાતવાતમાં ટોણાં મારવા લાગી હતી. આટલું જ નહીં, પોતાની પુત્રવધુને કહેતી કે, મારા મર્યા બાદ તુ સુખી રહેવા માંગે છે. આથી જ તે મને રૂમમાં બંધ કરી દીધી છે. આટલેથી મહિલાની નારાજગી ના અટકતા, તે પરાણે પોતાની પુત્રવધુને ગળે ભેટી હતી. જેના કારણે તે પણ સંક્રમિત થઈ ગઈ.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, જ્યારે પુત્રવધુનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, ત્યારે તેને ઘરેથી કાઢી મૂકવામાં આવી. જે બાદ તે રાજન્ના સિરસિલા જિલ્લાના થિ્મ્માપુર ગામમાં પોતાના પિયર જતી રહી. તેણીનું કહેવું છે કે, તેની સાસુ સૌથી વધુ પરેશાન એ વાતથી હતી કે, કોરોના સંક્રમિત થયા બાદ પરિવારના તમામ સભ્યો તેનાથી દૂર રહેવા લાગ્યા હતા.

(10:15 pm IST)