Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

ગ્વાલિયરમાં કોરોના સંકટ વચ્ચે 3 હજાર જુનિયર ડોક્ટરોના સામુહિક રાજીનામાં

છેલ્લા 4 દિવસથી હડતાલ પર ઉતરેલ 3 હજાર ડોક્ટરોએ પોતાની માંગોને લઈને કામ કરવાનો ઈનકાર કરી દીધો

ભોપાલ: કોરોના સંક્રમણની પહેલી અને બીજી લહેર વચ્ચે સ્વાસ્થ્ય કર્મચારીઓ પોતાની જિંદગી જોખમમાં મૂકીને લોકોના જીવ બચાવ્યા છે. જો કે તેમની માંગો પૂરી ના થવાના કારણે તેઓ નારાજ થયા છે. ભાજપ શાસિત રાજ્ય મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં જૂનિયર ડોક્ટરોએ પોતાની પડતર માંગોને લઈને સામુહિક રાજીનામાં આપી દીધા છે.

હકીકતમાં કોરોના અને બ્લેક ફંગસના કહેર વચ્ચે મધ્ય પ્રદેશમાં જુનિયર ડોક્ટરો 4 દિવસથી હડતાલ પર હતા. 3 હજાર ડોક્ટરોએ પોતાની માંગોને લઈને કામ કરવાનો ઈનકાર કરી દીધો હતો. જૂનિયર ડોક્ટરો સરકાર પાસે વેતન વધારવા અને કોરોનાથી સંક્રમિત થવા પર તેમને અને તેમના પરિવારજનો માટે મફત સારવારની માંગ કરી રહ્યાં છે.

જુનિયર ડોક્ટરોનું કહેવું છે કે, આ તેમની મજબૂરી છે. ડોક્ટરોની માંગ છે કે, સરકાર તેમનું માનદ વેતન વધારવાની માંગ પૂરી કરે. હડતાલ પર રહેવાને લઈને રાજ્ય સરકારે જુનિયર ડોક્ટરોને સખ્ત કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી હતી.

બીજી તરફ ગુરુવારે મધ્ય પ્રદેશ હાઈકોર્ટે પણ જુનિયર ડોક્ટરોની હડતાળને અયોગ્ય ઠેરવી હતી. હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે, ડૉક્ટરો 24 કલાકની અંદર પોતાના કામ પર પરત ફરે. જો આવું નહીં થાય, તો સરકાર સખ્ત કાર્યવાહી કરશે.

શિવરાજ સરકારનું કહેવું છે કે, જુનિયર ડોક્ટરોની મોટાભાગની માંગોને માની લેવામાં આવી છે. આ વાતની જાણકારી રાજ્ય સરકારના વકીલે હાઈકોર્ટમાં આપી છે

(11:58 pm IST)