Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

લોર્ડ્સમાં ડેબ્યુ મેચમાં જ ડેવોન કોનવેએ રચ્યો ઇતિહાસઃ લોર્ડસમાં 125 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો

ઇંગ્લેન્ડની ધરતી પર પ્રથમ ટેસ્ટ રમતા બેવડી સદી ફટકારવાનો વિક્રમ પણ કર્યો

લોર્ડ્ઝ : ન્યૂઝીલેન્ડના ઓપનર ડેવોન કોનવેએ ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડ્સના મેદાન પર ઇતિહાસ  રચી દીધો. કોનવેએ પોતાની ડેબ્યુ મેચમાં ઇંગ્લેન્ડ સામે બેવડી સદી (200 રન) ફટકારવાની સાથે પ્રથમ ટેસ્ટમાં સૌથી વધુ રન કરવાનો 125 વર્ષ જૂનો આ મેદાન પરનો રેકોર્ડ તોડી નાંખ્યો છે આ રેકોર્ડ મૂળ ભારતના પરંતુ ઇંગ્લેન્ડ વતી રમતા જામ રણજીત સિંહજીના નામે હતો. તેમણે 1896માં ઓસ્ટ્રેલિયા સામે પોતાની ડેબ્યુ મેચમાં અણનમ 154 રના કર્યા હતા.

ઈંગ્લેન્ડ વિરૂદ્ધની પ્રથમ ટેસ્ટમેચમાં ગુરૂવારના રોજ લોર્ડ્સ ટેસ્ટ મેચના બીજા દિવસે કોનવેએ 155મો રન બનાવીને આ સિદ્ધિ મેળવી હતી. જેમાં તેણે જામ રણજીત સિંહજી ઉપરાંત સૌરવ ગાંગુલીનો પણ રેકોર્ડ તોડ્યો. પૂર્વ કેપ્ટન ગાંગુલીએ અહીં 1996માં પોતાની ડેબ્યુ મેચમાં. 131 નોંધાવ્યા હતા.

ક્રિકેટ બોર્ડના હાલના અધ્યક્ષે જો વધુ 24 રના કરી લીધા હોત તો જામ રણજીત સિંહનો 100 વર્ષ જૂનો રેકોર્ડ તોડી શક્યો હોત. આ મેચની પ્રથમ ઈનિંગમાં કૉનવેએ પેહલાં ગાંગુલીનો 131 રનનો સ્કોર વટાવ્યો પછી જામ રણજીત સિંહનો રેકોર્ડ તોડવાની સાથે બેવડી સદી પણ ફટકારી દીધે. તે 200 રન બનાવીને રન આઉટ થયો હતો.

કોનવે 347 બોલમાં 22 ચોગ્ગા અને1 છગ્ગા મદદથી 200 રન કર્યા પરંતુ 122.4 ઓવરમાં તે રન આઉટ થઇ ગયો. ઓવર ઓલ ડેબ્યુ મેચમાં સદી ફટકારનાર કેવોન 8મો બેટ્સમેન અને લોર્ડસ જ નહીં ઇંગ્લેન્ડની ધરતી પર આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ખેલાડી બન્યો છે. ન્યૂઝીલેન્ડ વતી પ્રથમ ટેસ્ટમાં બેવડી સદી કરનાર તે બીજો ખેલાડી છે. અગાઉ 1999માં મેથ્યુ સિંકલેર વેસ્ટ ઇન્ડીઝ સામે 214 રન કર્યા હતા.

ઇંગ્લેન્ડ સામે બુધવારે શરુ થયેલી પ્રથમ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડે 378 રન કર્યા. તેના જવાબમાં યજમાન ટીમે ત્રીજા સેસન્સ સુધી બે વિકેટ 54 રન કર્યા. પ્રથમ ઇંનિંગમાં કોનવે 200 રન કરવા છતાં ક્વીઝ ટીમ બહુ મોટો સ્કોર કરી શકી નહી. તેના અન્ય 4 જ ખેલાડી ડબલ ફિગરમાં પહોંચ્યા હતા.

ઓપનર ટોમ લાથમને 23 રન અને હેનરી નિકોલસના 61 રનનો ફાળો છે. જ્યારે કેપ્ટન વિલિયમ્સન (13), રોઝ ટેલર (14) બનાવી શક્યા હતા. ઇંગ્લેન્ડ વતી સ્પિનર ઓલી રોબિનસને સૌથી વધુ 4 વિકેટ ખેરવી. માર્ક વુડે 3 અને જેમ્સ એન્ડરસને 2 વિકેટો લીધી છે.

કોનવે ડેબ્યૂ ટેસ્ટ 150થી વધુ રન બનાવનાર ત્રીજો બેટ્સમેન બની ગયો છે. 1880માં ઈંગ્લિશ દિગ્ગજ બેટ્સમેન ડબલ્યૂજી ગ્રેસે પણ 152 રન બનાવ્યા હતા. ડેવોન  ડેબ્યૂ ટેસ્ટમાં 150થી વધુ રન બનાવનાર ન્યૂઝીલેન્ડનો ત્રીજો બેટ્સમેન બની ગયો છે. અત્યારસુધી 8 ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટની ડેબ્યૂ મેચમાં ડબલ સદી નોંધાવી છે. 11 ડિસેમ્બર 1903ના રોજ ઈંગ્લેન્ડના આરઈ ફોસ્ટરે 287 રનની ડેબ્યૂ ઈનિંગ રમી હતી.

આની પહેલા કીવી ટીમના મેથ્યુ સિંક્લેયર અને હામિશ રદરફોર્ડે સિદ્ધિ મેળવી હતી. સિંક્લેયરે 1999માં વેસ્ટઈન્ડિઝ વિરૂદ્ધ વેલિંગ્ટનમાં 214 રન બનાવ્યા હતા. રદરફોર્ડે 2013માં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ડ્યુનેડિનમાં 171 રનની ઈનિંગ પણ રમી હતી.

(12:45 am IST)