Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

બાળકો પર કોવિડ વૅક્સિન ટ્રાયલ રોકવાની માંગણી : નરસંહાર ગણાવી : દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ

બાળકો આ ટ્રાયલના પરિણામો સમજવાની ક્ષમતા પણ ધરાવતા નથી. સ્વસ્થ બાળકો પર વૅક્સિનનો ટ્રાયલ નરસંહાર જેવો હશે

નવી દિલ્હી: 2 થી 18 વર્ષના બાળકો પર કોરોના વિરોધી રસીના ટ્રાયલને લઈને દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરાઈ છે જેમાં કહેવામાં આવ્યું છે કે, કોવિડ વૅક્સિનનો આ વયજૂથના લોકો પર ટ્રાયલ નરસંહાર જેવો છે. આથી તે ટ્રાયલને તાત્કાલીક રોકવામાં આવે. ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયા (DCGI)એ ભારત બાયોટેકની કોરોના વિરોધી રસી “કોવેક્સિન”ના બાળકો પર ટ્રાયલને મંજૂરી આપી હતી

અરજકર્તા સંજીવ કુમારનું કહેવું છે કે, આ અરજી હાઈકોર્ટમાં છે. જે મામલે કેન્દ્ર અને ભારત બાયોટેકને નોટિસ પણ મોકલવામાં આવી ચૂકી છે આમ છતાં જૂનથી બાળકો પર વૅક્સિનનું ટ્રાયલ શરૂ થઈ ગયુ છે.

સંજીવ કુમારે જણાવ્યું કે, હાઈકોર્ટે પોતાની સુનાવણી દરમિયાન અરજી પર સ્ટે આપ્યો નથી. આમ છતાં ટ્રાયલ શરૂ કરી દેવામાં આવ્યાં છે. આ મામલે આગામી સુનાવણી 15 જુલાઈના થશે. જેમાં કેન્દ્ર કોર્ટને કહી શકે છે કે, બાળકો પર વૅક્સિન ટ્રાયલ તો થઈ ગયું છે. એવામાં અરજી દાખલ કરવાનો કોઈ અર્થ નહીં રહે.

ખાસ ચિંતાની વાત એ છે કે, વૅક્સિનનો ટ્રાયલ બાળકો પર કરવાથી તેમના સ્વાસ્થ્ય પર વિપરિત અસર પડી શકે છે. જે બાળકો પર વૅક્સિનનો ટ્રાયલ કરવામાં આવી રહ્યો છે, તેમને વૉલેન્ટિયર્સ ના કહી શકાય

આવા બાળકો આ ટ્રાયલના પરિણામો સમજવાની ક્ષમતા પણ ધરાવતા નથી. સ્વસ્થ બાળકો પર વૅક્સિનનો ટ્રાયલ નરસંહાર જેવો હશે. જો કોઈ માસૂમ બાળક ટ્રાયલ દરમિયાન પોતાનો જીવ ગુમાવશે, તો ટ્રાયલમાં સામેલ લોકો અને તેની મંજૂરી આપનારા વિરુદ્ધ ગુનાહિત કેસ ચાલવો જોઈએ

(1:03 am IST)