Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

દેશમાં કોરોના ધીમો પડ્યો : નવા 1.31.280 કેસ નોંધાયા : વધુ 2.05.771 દર્દીઓ રિકવર થયા : વધુ 2705 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.40.719 થયો :એક્ટિવ કેસ ઘટીને 16.31,427 થયા :કુલ કેસની સંખ્યા 2.85 કરોડને પાર પહોંચી

સૌથી વધુ તામિલનાડુમાં 24.405 કેસ, કેરળમાં 18.853 કેસ,કર્ણાટકમાં 18.324 કેસ,મહારાષ્ટ્રમાં 15,229 કેસ, આંધ્રપ્રદેશમાં 11.421 કેસ, ઓરિસ્સામાં 8839 કેસ, પશ્ચિમ બંગાળમાં 8811 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ 3.50 લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા  છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  

દેશમાં કોરોનાનાં નવા 1.31.270 કેસ નોંધાયા છે. જ્યારે 2.05.771 દર્દીઓ રિકવર થયા છે  . દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા. જ્યા સરકારનાં કડક વલણ બાદ હવે કોરોનાનાં નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. જેની અસર હવે દેશમાં આવતા દૈનિક કેસનાં આંકડામાં જોવા મળે છે.

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 1.31.280 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 2705 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 3,40.719 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 1.31.280 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 2,85.72.359 થઇ છે  એક્ટિવ સંખ્યા ઘટીને 16.31.427 થઇ છે છેલ્લા 24 કલાકમાં 2.05.771 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ  2,65.88.808 લોકોએ કોરોનાને મહાત આપી છે
દેશમાં સૌથી વધુ તામિલનાડુમાં 24.405 કેસ, કેરળમાં 18.853 કેસ,કર્ણાટકમાં 18.324 કેસ,મહારાષ્ટ્રમાં 15,229 કેસ, આંધ્રપ્રદેશમાં 11.421 કેસ, ઓરિસ્સામાં 8839 કેસ, પશ્ચિમ બંગાળમાં 8811 કેસ નોંધાયા છે

(1:23 am IST)