Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુરનો અચાનક બાસ્કેટ બોલ રમતાં દેખાતાં ભારે આશ્વર્ય

હંમેશા વ્હિલચેરમાં જ જોવા મળતાં પ્રજ્ઞા ઠાકુર બાસ્કેટ બોલ રમ્યા : સોશ્યલ મીડિયામાં વિડિઓ વાયરલ

ભોપાલ : ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુરનો એક વીડિયો વાયરલ થયો છે. હંમેશા વ્હિલચેરમાં જોવા મળતાં પ્રજ્ઞાા ઠાકુર અચાનક બાસ્કેટ બોલ રમતાં દેખાતાં ભારે આશ્વર્ય સર્જાયું હતું.
ભાજપના મહિલા સાંસદ પ્રજ્ઞાા ઠાકુર અચાનક એકદમ ફીટ જોવા મળતાં સોશિયલ મીડિયામાં આશ્વર્ય સર્જાયું હતું. હંમેશા વ્હિલચેરમાં જ જોવા મળતાં પ્રજ્ઞા ઠાકુર બાસ્કેટ બોલના મેદાનમાં બાલ્કેટ બોલ રમતાં હોય એવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો.

 ભોપાલની બેઠક પરથી સાંસદ બનેલા પ્રજ્ઞાા ઠાકુર કંઈક ઈજાના કારણે ઘણાં વર્ષોથી વ્હિલચેરમાં જ જોવા મળતાં હતા. એ વીડિયો જોયા પછી ઘણાં લોકોએ તેમની ઈજા પર પણ સવાલો ઉઠાવ્યા હતા. કેટલાક લોકોએ કટાક્ષ કરતા લખ્યું હતું કે તેમને કેવી રીતે ઈજા થઈ તે બાબતે કોઈને ખબર નથી, તેઓ કેવી રીતે સાજા થયા તે પણ કોઈને ખબર નથી.

 મધ્યપ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા નરેન્દ્ર સલુજાએ ટ્વિટરમાં લખ્યું હતુંઃ મેં હંમેશા પ્રજ્ઞાા ઠાકુરને વ્હિલચેરમાં જ જોયા છે. તેમના હાથમાં અચાનક બાસ્કેલ બોલ જોઈને ખરેખર આશ્વર્ય થયું હતું. તેમનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છા.
 અત્રે ઉલ્લેખનીય છે કે પ્રજ્ઞા ઠાકુર વ્હિલચેરમાંથી ઉભા થઈ શકતા નથી એવો દાવો કરતા હતા, ચૂંટણી પહેલાં પણ તેઓ વ્હિલચેરમાં જ જોવા મળતા હતા. તેમણે એવું કહ્યું હતું કે ગંભીર ઈજાના કારણે તે વ્હિલચેરમાંથી ઉભા પણ થઈ શકતા નથી.

(12:00 am IST)