Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

દિલ્હી - કોલકાતામાં ૧૦૦ રૂપિયા નજીક પહોંચ્યું પેટ્રોલ

આજે ઓઇલ કંપનીઓએ સવારે પેટ્રોલ - ડીઝલની કિંમત સ્થિર રાખી છે

નવી દિલ્હી તા. ૩ : દેશમાં પેટ્રોલ અને ડીઝલની નવી કિંમત દરરોજ સવારે છ વાગ્યાથી લાગૂ કરવામાં આવે છે. આજે ઓઇલ કંપનીઓએ સવારે પેટ્રોલ-ડીઝલની કિંમત સ્થિર રાખી છે. એટલે કે આજે શુક્રવારની જ કિંમતો લાગૂ રહેશે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં ૩૫ પૈસા પ્રતિ લીટર વધારો થયો હતો. જયારે કોલકાતામાં પેટ્રોલની કિંમતમાં પ્રતિ લીટર ૪૦ પૈસાનો વધારો થયો હતો. આ રીતે શુક્રવારે દિલ્હીમાં પેટ્રોલ ૯૯.૧૬ રૂપિયા પ્રતિ લીટર થયું હતું. જયારે ડીઝલની કિંમત ૮૯.૧૮ રૂપિયા પ્રતિ લીટર છે. દિલ્હીમાં આજે આ જ ભાવે પેટ્રોલ-ડીઝલ મળી રહ્યું છે.

દિલ્હી - પેટ્રોલ ૯૯.૧૬ રૂપિયા અને ડીઝલ ૮૯.૧૮ રૂપિયા પ્રતિ લીટર, મુંબઈ - પેટ્રોલ ૧૦૫.૨૪ રૂપિયા અને ડીઝલ ૯૬.૭૨ રૂપિયા પ્રતિ લીટર, ચેન્નાઈ- પેટ્રોલ ૧૦૦.૧૩ રૂપિયા અને ડીઝલ ૯૩.૭૨ રૂપિયા પ્રતિ લીટર, કોલકાતા - પેટ્રોલ ૯૯.૦૪ રૂપિયા અને ડીઝલ ૯૨.૦૩ રૂપિયા પ્રતિ લીટર, જયપુર - પેટ્રોલ ૧૦૫.૯૧ રૂપિયા અને ડીઝલ ૯૮.૨૯ રૂપિયા પ્રતિ લીટર, લખનઉ -પેટ્રોલ ૯૬.૩૧ રૂપિયા અને ડીઝલ ૮૯.૫૯ રૂપિયા પ્રતિ લીટર, ભોપાલ - પેટ્રોલ ૧૦૭.૪૩ રૂપિયા અને ડીઝલ ૯૭.૯૩ રૂપિયા પ્રતિ લીટર, પટના - પેટ્રોલ ૧૦૧.૨૧ રૂપિયા અને ડીઝલ ૯૪.૫૨ રૂપિયા પ્રતિ લીટર, રાંચી- પેટ્રોલ ૯૪.૬૨ રૂપિયા અને ડીઝલ ૯૪.૧૨ રૂપિયા પ્રતિ લીટર, રીવા- પેટ્રોલ ૧૦૯.૬૫ રૂપિયા અને ડીઝલ ૯૯.૯૮ રૂપિયા પ્રતિ લીટર, બેંગલુરુ - પેટ્રોલ ૧૦૨.૪૮ રૂપિયા અને ડીઝલ ૯૪.૫૪ રૂપિયા પ્રતિ લીટર થયો છે.

ત્રીજી જુલાઈના રોજ અમદાવાદમાં પેટ્રોલની કિંમત ૯૫.૯૬ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત ૯૫.૯૮ રૂપિયા પ્રતિ લીટર છે. ગત દિવસથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કરાયો નથી. નવી કિંમત દરરોજ છ વાગ્યા લાગૂ થાય છે.

(11:32 am IST)