Gujarati News

Gujarati News

News of Sunday, 3rd July 2022

સપનાએ બનાવ્‍યો કરોડપતિ : સપનામાં આવેલા નંબરની લૉટરી લેતાં ૧.૯૭ કરોડનું ઇનામ જીત્‍યો

અમેરિકાના વર્જીનિયામાં એક વ્યક્તિએ સપનામાં દેખાયેલા નંબરો પર લૉટરી લગાવતાં તેને ૨,૫૦,૦૦૦ ડૉલર (લગભગ ૧,૯૭,૩૭,૭૨૫.૯૫ રૂપિયા)નું ઇનામ લાગ્યું

સપનામાં આવેલા નંબરો પરથી તેણે લૉટરી લીધી હતી. જોકે એ વખતે તેને કલ્પના નહોતી કે આ નંબરો તેને આટલું મોટું ઇનામ લગાવશે.

માન્યામાં ન આવે પણ વાત સાચી છે. અમેરિકાના વર્જીનિયામાં એક વ્યક્તિએ સપનામાં દેખાયેલા નંબરો પર લૉટરી લગાવતાં તેને ૨,૫૦,૦૦૦ ડૉલર (લગભગ ૧,૯૭,૩૭,૭૨૫.૯૫ રૂપિયા)નું ઇનામ લાગ્યું હતું. લૉટરીના વિજેતા એલોન્ઝો કોલમૅને કહ્યું હતું કે તેણે હેન્રિકોમાં કૉર્નર માર્ટમાંથી લૉટરીની ટિકિટ ખરીદી હતી. જૂન મહિનાની ૧૧ તારીખે લૉટરીનો ડ્રૉ જોઈ રહેલા એલોન્ઝો કોલમૅને કહ્યું હતું કે લૉટરીના વિજેતા છ નંબરો અને બોનસ નંબરો તેની જ ટિકિટના હતા. તેણે કહ્યું હતું કે સપનામાં આવેલા નંબરો પરથી તેણે લૉટરી લીધી હતી. જોકે એ વખતે તેને કલ્પના નહોતી કે આ નંબરો તેને આટલું મોટું ઇનામ લગાવશે.

(5:19 pm IST)