Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

રાજયસભામાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આપી માહિતી

૨૦૧૬-૨૦ દરમિયાન ૨૦૪ પ્રાઇવેટ ચેનલોના લાઇસન્સ રદ્દ

નવી દિલ્હી તા. ૩ : કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે સરકારે૨૦૦થી વધુ પ્રાઇવેટ ચેનલોના લાઇસન્સ રદ્દ કરવામાં આવ્યા છે. અને ૨૦૧૬-૨૦૨૦ દરમિયાન આદેશોના ઉલ્લંઘન માટે ૧૨૮ મુદ્દા અંગે ચેતવણી આપવામાં આવી છે.

રાજયસભામાં એક સવાલના જવાબમાં કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી ઠાકુરે કહ્યું કે આજ ની તારીખમાં ૯૧૬ પ્રાઇવેટ સેટેલાઇટ ટીવી ચેનલ છે જેનેસરકાર દ્વારા અપ-લિંકિંગ અને ડાઉનલિંકિંગદિશાનિર્દેશ ૨૦૧૧ હેઠળ મંજૂરી આપવામાં આવી છે.

તેઓએકહ્યું કે અનેક ચેનલો દિશાનિર્દેશને અનુસરવામાં નિષ્ફળ રહ્યા છે.અને છેલ્લા પાંચ વર્ષોમાં કામ કરવાનું બંધ કર્યું છે. ટીવી ચેનલોદિશા નિર્દેશો હેઠળની સ્થિતિની આપૂર્તિ માટે અનેક કારણોના લીધે ઓપરેશન બંધ કરે છેલ્લા પાંચ વર્ષો દરમિયાન, ૨૦૪ ટીવી ચેનલો સંચાલિત કરવા માટે રહી ગઈ છે.

ઠાકુરે કહ્યું કે સરકાર કેબલ ટેલિવિઝન નેટવર્ક અધિનિયમ હેઠળ નિર્ધારિત કાર્યક્રમ સંહિતાના ઉલ્લંઘન માટે ચેતવણી,સલાહ, ઓફ ફેયરઓર્ડર વગેરે બહાર પાડીને ટીવી ચેનલોવિરૂદ્ઘ કાર્યવાહી કરે છે.

તેઓએ કહ્યું કે ૨૦૧૬-૨૦ દરમયાન૧૨૮ કેસમાં આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી. મંત્રીએ કહ્યું કે દેશમાં ૨૦૧૬-૧૭માં ૬૦ પ્રાઇવેટ ચેનલોને ૨૦૧૭-૧૮માં ૩૪, ૨૦૧૮-૧૯માં ૫૬-૫૬ અને ૨૦૨૦-૨૧માં ૨૨નેસંચાલિત કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

(12:53 pm IST)