Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

જુલાઈ માસમાં ૩૨ લાખ લોકોએ નોકરી ગુમાવી

રોજગારીમાં ચિંતાજનક સ્થિતિ

 

નવી દિલ્હી, તા. : કોરોનાની બીજી લહેરનુ જોર ઓછુ થયા બાદ આર્થિક મોરચે સ્થિતિ ધીરે ધીરે સુધરી રહી હોવાના સંકેતો મળી રહ્યા છે પણ રોજગારીના મુદ્દે ફરી એક વખત માઠા અહેવાલો સામે આવ્યા છે.

જુલાઈ મહિનામાં ૩૨ લાખ પગારદાર લોકોએ પોતાની નોકરી ગુમાવી છે. જુન મહિનામાં પગારદાર લોકોની સંખ્યા ૭૯.૭૦ મિલિયન  હતી અને જુલાઈ મહિનાના અંતે સંખ્યા ૭૬.૪૯ મિલિયન થઈ ગઈ છે. આમ લગભગ ૩૨ લાખ લોકોએ નોકરીથી હાત ધોવા પડ્યા છે. કોરોનાકાળ પહેલા જુલાઈ ૨૦૧૯માં પગારદાર લોકોની સખ્યા ૮૬ મિલિયન હતી.

આર્થિક ક્ષેત્રના જાણકારોના કહેવા પ્રમાણે હાલમાં એમ્પ્લોય માર્કેટમાં રિકવરી જોવા મળી રહી નથી.જે લોકોની નોકરી જઈ રહી છે તે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ તરફ વળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, જુલાઈ સપ્ટેમ્બર ૨૦૨૦માં બેરોજગારી દર વધીને ૧૩. ટકા થયો હતો.

(7:35 pm IST)