Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

ટાઇમ્સ વર્લ્ડ યુનિવર્સિટી-રેન્કિંગ્સ-૨૦૨૨: ટોપ-૪૦૦માં ભારતની ૩ ઇન્સ્ટિટ્યુટ

લંડન/ નવી દિલ્હી,તા. ૩ : ટાઇમ્સ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ-૨૦૨૨ બહાર પાડવામાં આવ્યા છે. આ યાદીમાં બ્રિટનની ઓકસફર્ડ યુનિવર્સિટી સતત છઠ્ઠા વર્ષે ટોચ પર છે. ટોપ-૪૦૦ શૈક્ષણિક સંસ્થાઓની આ યાદીામં ભારતની ત્રણ ઇન્સ્ટિટ્યુટ પણ સામેલ છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ-બેંગ્લોર (IISc બેંગ્લોર) ૩૦૧-૩૫૦ વર્ગમાં છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી -રોપડ (IIT રોપડ) ૩૫૧-૪૦૦ના વર્ગમાં છે. જ્યારે આઇઆઇટી-ઇન્દોર ૪૦૧-૫૦૦ના વર્ગમાં છે.

યાદીમાં ઓકસફર્ડ બાદના ક્રમે કેલિફોનિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, હાર્વર્ડ યુનિવર્સિટી, સ્ટેનફોર્ડ યુનિવર્સિટી આવે છે. આ રેન્કિંગ્સ યાદીમાં દુનિયાના ૯૯ દેશોની ૧,૬૦૦ યુનિવર્સિટીઓ અને ઇન્સ્ટિટ્યુટસનો સમાવેશ કરવામાં આવ્યો છે.

(10:25 am IST)