Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

કોરોનાના નવા વેરિએન્ટ 'Mu'માં વેકિસનને પણ માત આપનારા લક્ષણ

વાયરસના નવા સ્વરૂપને 'વેરિએન્ટ ઓફ ઇન્ટરેસ્ટ'ની શ્રેણીમાં રાખ્યું છે અને તેની નજીકથી દેખરેખ રાખવામાં આવી રહી છે : WHO

નવી દિલ્હી,તા. ૩: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા અનુસાર, કોરોના વાયરસના નવા વેરિએન્ટ ‘Mu’માં રસી પ્રતિકારના સંભવિત લક્ષણો જોવા મળ્યા છે. વાયરસના નવા સ્વરૂપને 'વેરિએન્ટ ઓફ ઇન્ટરેસ્ટ'ની શ્રેણીમાં રાખ્યું છે અને કહ્યું છે કે તેની નજીકથી દેખરેખ રાખવામાં આવી રહી છે. સંયુકત રાષ્ટ્ર આરોગ્ય સંગઠને મંગળવારે સાપ્તાહિક બુલેટિનમાં આ વાત કરી હતી.

Muના તેના વૈજ્ઞાનિક નામ ગ્.૧.૬૨૧થી પણ ઓળખવામાં આવે છે. તેને ૩૦ ઓગસ્ટે ડબ્લ્યુએચઓની દેખરેખ લિસ્ટમાં મૂકવામાં આવ્યું હતું અને તે દ્યણા મ્યૂટેશનથી બનેલું છે. જે ઇમ્યૂનને ચકમો આપવાની ક્ષમતા તરફ ઇશારો કરે છે. સાથે જ કહેવામાં આવ્યું કે, મ્યૂટેશનની વ્યાપકતાને યોગ્ય મહત્વ આપવું જોઇએ. કેમ કે, બધા દેશો પાસે યોગ્ય સિકવન્સિંગ સિસ્ટમ નથી.

યુએન એજન્સીએ સ્પષ્ટ કર્યું કે, ઇમ્યૂનને ચકમો આપવાની ક્ષમતા અને વેકિસન પ્રતિકારને લઇને વધુ શોધની જરૂર છે. ડબ્લ્યૂએચઓએ કહ્યું કે, આ પ્રકારના ફેનોટાઇપિક અને કિલનિકલ વિશેષતાઓને સમજવા માટે વધુ અભ્યાસની જરૂર છે. સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે, શરૂઆતનો ડેટા બતાવે છે કે Muએ તે પ્રકારનો વ્યવહાર બતાવ્યો છે, જેવું બીટા વેરિએન્ટે સાઉથ આફ્રીકામાં મળવા પર બતાવ્યું હતું.

જાન્યુઆરી ૨૦૨૧માં કોલંબિયામાં Mu વેરિએન્ટની પ્રથમ ઓળખ કરવામાં આવી હતી. દક્ષિણ આફ્રિકા અને યુરોપમાં તેના મોટા ફેલાવાના અહેવાલો છે.

(10:27 am IST)