Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

જાપાનના વડાપ્રધાન સુગા આ મહીને રાજીનામું આપશે

કોરોનાકાળમાં થયેલ ભયંકર ટીકાના કારણે નૈતિકતાનાં આધારે : જાપાનમાં સત્તારૂઢ પાર્ટીનાં રી-ઈલેકશનમાં પણ સુગા ઉમેદવારી કરશે નહીં

ટોક્યા,તા.૩: કોરોના વાયરસ મહામારીનાં કારણે વિશ્વનાં કેટલાય નેતાઓની ટીકાઓ થઈ રહી છે ત્યારે જપાનમાં તો પ્રધાનમંત્રીએ પોતાનું પદ જ છોડી દેવાનો વારો આવ્યો છે. આવતા મહિના સુધીમાં જપાનને પોતાનો નવો નેતા મળી જશે. કોરોના વાયરસ મહામારીમાં સુગાના કામકાજને લઈને જનતા ખૂબ નારાજ છે.

નોંધનીય છે કે જપાનમાં સત્તારૂઢ પાર્ટીનાં રી-ઈલેકશનમાં જાપાનનાં વર્તમાન વડાપ્રધાન યોશીહીદે સુગા ઉમેદવારી કરશે નહીં. જેથી નિશ્ચિત છે કે તેઓ સપ્ટેમ્બર મહિના બાદ જપાનનાં વડાપ્રધાન નહીં રહે. નોંધનીય છે કે એક વર્ષ પહેલા જ સુગાને પ્રધાનમંત્રી તરીકે ચૂંટવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે સુગાની અપરૂવલ રેટિંગ સતત ઘટી રહી છે, કોરોના વાયરસ કાળ બાદ સુગાને લોકો પસંદ કરી રહ્યા નથી. એવામાં અચાનક સુગા દ્વારા આ ઈચ્છા જાહેર કરવી એ જપાનનાં રાજનેતાઓમાં કુતૂહલ સર્જ્યુ છે કે જો સુગા જશે તો નવા પ્રધાનમંત્રી કોણ બનશે..

(4:11 pm IST)