Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

પંજાબમાં આમ આદમી પાર્ટીનું પલડું ભારે: ઉત્તરાખંડની ચૂંટણીમાં કોણ કેટલા વોટ શેર મેળવી શકે ?: પાંચ રાજ્યોનો મોટો ચૂંટણી સર્વે

પંજાબમાં કેજરીવાલ મુખ્યમંત્રી તરીકે સૌથી વધુ પસંદ : ઉત્તરાખંડમાં ભાજપ બાજી મારશે

નવી દિલ્હી :  ABP ન્યૂઝ સી વોટરે પાંચ રાજ્યોની સ્થિતિને લઈને લોકોનો મિજાજ પારખવા સર્વે કર્યો. સર્વેમાં એવી જાણકારી મેળવવામાં આવી કે પાંચ રાજ્યોમાં કોની સરકાર બની શકેછે, કઈ પાર્ટીને કેટલી બેઠક મળી શકે છે. તે ઉપરાંત લોકો પોતાના મુખ્યમંત્રી ઉમેદવાર અંગે કોની વિચારણા કરી રહ્યાં છે.

  પંજાબ વિધાનસભાની ચૂંટણીને લઈને કરાયેલા સર્વેમાં કોંગ્રેસને 38-46 બેઠક મળી શકે છે જ્યારે આમ આદમી પાર્ટીને 51 થી 57 બેઠક મળી શકે છે.
એબીપી ન્યૂઝ સી વોટરના સર્વેમા જણાવ્યાનુસાર પંજાબમાં 18 ટકા લોકો કેપ્ટન અમરિન્દર સિંહને મુખ્યમંત્રી જોવા માંગે છે જ્યારે 22 ટકા અરવિંદ કેજરીવાલને અને 19 ટકા સુખબીર સિંહં બાદલને 16 ટકા ભગવંત માનને અને 15 ટકા નવજોત સિંહ સિદ્ધુને તથા 10 ટકા બીજાને મુખ્યમંત્રી બનતા જોવા માંગે છે.

  એબીપી ન્યૂઝ સી વોટર સર્વે અનુસાર, પંજાબમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં, કોંગ્રેસમાં 28.8 ટકા, શિરોમણી અકાલી દળમાં 21.8 ટકા, આમ આદમી પાર્ટીમાં 35.1 ટકા, ભાજપમાં 7.3 ટકા અને અન્યમાં 7 ટકા મતદાન થવાની ધારણા છે.

  ઉત્તરાખંડમાં સર્વે મુજબ ભાજપને 44 થી 48 બેઠકો, કોંગ્રેસને 19 થી 23 બેઠકો, આમ આદમી પાર્ટીને 0 થી 4 બેઠકો અને અન્યને 0 થી 2 બેઠકો મળવાની ધારણા છે.

  આગામી વર્ષે ઉત્તરાખંડમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં કોણ કેટલા વોટ શેર મેળવી શકે છે? એબીપી ન્યૂઝ સી વોટર સર્વે અનુસાર, ઉત્તરાખંડમાં ભાજપને 43 ટકા, કોંગ્રેસને 23 ટકા, આમ આદમી પાર્ટીને 6 ટકા અને અન્યને 4 ટકા મત મળ્યા છે.

  વર્ષ 2022 ની શરૂઆતમાં દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી ખૂબ મહત્વની છે કારણ કે તેમાં તે રાજ્યનો પણ સમાવેશ થાય છે જે દેશમાં મહત્તમ 80 લોકસભા બેઠકો ધરાવે છે. જો ભાજપ 2024 માં કેન્દ્રમાં ફરી સત્તા પર આવવા માંગે છે, તો તેને યુપી વિધાનસભા ચૂંટણીમાં વિજય નોંધાવવો પડશે. આ સિવાય ઉત્તરાખંડ, પંજાબની સાથે ગોવા અને મણિપુર માટે પણ ચૂંટણી યોજાવાની છે.

(7:13 pm IST)