Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

ઈન્ડિયન ઓઈલ દ્વારા BS-6 બે પ્રિમિયમ લુબ્રિકેન્ટ્સ લોન્ચ

વાહનોમાં ઉત્સર્જન ઘટાડવાનો પ્રયાસ : સર્વો ગ્રીનમાઇલ પેટ્રોલ કાર અને એસયુવી માટે પ્રીમિયમ એન્જિન ઓઇલ છે, સર્વો રફ્તાર ડીઝલ વાહનો માટે છે

અમદાવાદ, તા.૩ : ઉત્સર્જન ઘટાડવા તથા એન્જિનની કાર્યક્ષમતા વધારવા માટે ઈન્ડિયન ઓઈલે બીએસ-૬ વાહનો માટે ખાસ તૈયાર કરાયેલા બે નવા પ્રીમિયમ લુબ્રિકન્ટ્સ સર્વો ગ્રીનમાઈલ તથા સર્વો રફતાર લોન્ચ કર્યા હતાં. આ નવા અને પર્યાવરણલક્ષી લુબ્રિકન્ટ્સ કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવામાં ઉપરાંત પેટ્રોલ અને ડીઝલ વાહનો માટેના સૌથી આકરા સ્પેસિફિકેશન્સને અનુરૂપ છે. સર્વો ગ્રીનમાઈલ એસએઈ ૫ડબલ્યુ-૩૦ શ્ એપીઆઈ એસએનની જરૂરિયાતને પૂર્ણ કરી કાર્બન ડાયોક્સાઈડમાં ૧૦ ટકા સુધીનો ઘટાડો કરે છે, જ્યારે સર્વો રફતાર એસએઈ ૧૫ ડબલ્યુ-૪૦ અને એપીઆઈ સીકે -૪ની જરૂરિયાતોને પૂર્ણ કરી કાર્બન ફૂટપ્રિન્ટમાં ૧૦ ટકા સુધીનો ઘટાડો કરવામાં મદદરૂપ બને છે.

ઇન્ડિયનઓઇલના ચેરમેન એસ એમ વૈદ્યએ આ ઉત્પાદનો લોન્ચ કરવા પ્રસંગે જણાવ્યું હતું કે, સાતત્યપૂર્ણ પ્રાથમિકતાઓ આધારિત બજારમાં અમારા કારોબારની સ્પર્ધાત્મકતા વધારવા માટે અમારી પર્યાવરણલક્ષી પ્રોડક્ટ્સમાં વધારો કરવાની આવશ્યક્તાથી અમે સુમાહિતગાર છીએ. અમારા તાજેતરના મોટા ભાગના ઉત્પાદન ક્ષમતામાં સુધારો કરવાના લક્ષ્યને હાંસલ કરવા ઉપરાંત પર્યાવરણ જાળવણીની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. સર્વો ગ્રીનમાઇલ નવી પેઢીની પેટ્રોલ કાર અને એસયુવી માટે પ્રીમિયમ એન્જિન ઓઇલ છે, જે નવીનતમ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ધોરણોને પૂર્ણ કરે છે. આ ઓઈલ બીએસ-૬ વાહનો માટે તૈયાર કરવામાં આવ્યું છે અને તે બીએસ-૪ અને જૂના મોડેલ વાહનો માટે પણ યોગ્ય છે. સર્વો રફ્તાર નવી પેઢીના ડીઝલ વાહનો માટેનું પ્રીમિયમ એન્જિન ઓઇલ છે, જે નવીનતમ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ધોરણોને પૂર્ણ કરે છે.

હાલમાં, બીએસ-૬ ડીઝલ વાહનો પીએમ અને એનઓએક્સને ઘટાડવા માટે ડીઝલ પાર્ટિક્યુલેટ ફિલ્ટર્સ (ડીપીએફ) અને સિલેક્ટિવ કેટાલિટિક રિડક્શન (એસસીઆર) જેવા આફ્ટર-ટ્રીટમેન્ટ ઉપકરણોનો ઉપયોગ કરે છે.

(9:28 pm IST)