Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

દિલ્હી વિધાનસભા નીચે મળી ગુપ્ત સુરંગ: ગુપ્ત રસ્તો લાલ કિલ્લા સુધી જાય છે

અંગ્રેજો દ્વારા લોકોના ગુસ્સાથી બચવા તેનો ઉપયોગ કરાતો : અંગ્રજો સ્વતંત્ર સેનાનીયોને અદાલતમાં લાવવા આ સુરંગનો ઉપયોગ કરતાં હતા

દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ રામ નિવાસ ગોયલે જણાવ્યું કે આ ગુપ્ત સુરંગ વિધાનસભાને લાલ કિલ્લા સાથે જોડે છે અને સ્વતંત્રતા સેનાનીઓની અવર-જવરના સમયે અંગ્રેજો દ્વારા લોકોના ગુસ્સાથી બચવા તેનો ઉપયોગ કરવામાં આવતો હતો.

સ્પીકર રામ નિવાસ ગોયલે કહ્યું કે 'જ્યારે હું 1993માં વિધાયક બન્યો ત્યારે અહીં હાજર આ સુરંગ વિશે એક અફવા ઊડી કે આ સુરંગ લાલ કિલ્લા સુધી જાય છે અને મેં તેના ઇતિહાસની શોધ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ આ બાબત પર કોઇ સ્પષ્ટતા નહોતી.

સ્પીકર રામ નિવાસ ગોયેલે જણાવ્યું કે ' હવે આપણને સુરંગનો દ્વાર મળ્યો હતો પરંતુ આપણે તેને વધુ આગળ ખોદી નહીં શકીએ કારણકે મેટ્રો પ્રોજેક્ટ્સ અને ગટર સ્થાપનના કારણે સુરંગના તમામ રસ્તાઓ નષ્ટ થઇ ગયા છે. વધુમાં તેમણે જણાવ્યું કે જે ભવનમાં હાલ દિલ્હી વિધાનસભા છે તેનો 1912માં દેશની રાજધાની કોલકત્તામાંથી દિલ્હીમાં પરિવર્તિત કર્યા પછી કેન્દ્રીય વિધાનસભાના રૂપે વપરાશ થતો હતો. ત્યારબાદ 1926માં તેને એક અદાલતમાં બદલી દેવાયું. તે સમયે અંગ્રજો સ્વતંત્ર સેનાનીયોને અદાલતમાં લાવવા આ સુરંગનો ઉપયોગ કરતાં હતા.

(12:20 am IST)