Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

રાજ્યસભામાં ભાજપ ટોપ ઉપર : એનડીએનું સંખ્યાબળ ૧૧૨ : બહુમતીથી માત્ર ૧૦ બેઠક દુર

૨૦૧૪માં મોદી સરકારના નેતૃત્વમાં એનડીએના માત્ર ૬૫ તો યુપીએના ૧૦૨ સાંસદ હતા

નવી દિલ્હી, તા.૩: ઉતર પ્રદેશ અને ઉત્ત્।રાખંડની રાજયસભાની ૧૧ બેઠકો પર બિનહરીફ ચૂંટણીઓ થયા બાદ ઉપલા ગૃહમાં ૯૨ સાંસદો સાથે ભાજપ વધુ મજબૂત બની છે. બીજી તરફ, વિરોધ પક્ષ કોંગ્રેસ વધુ દ્યટીને ૩૮ બેઠકો પર આવી ગયો છે. ભાજપનો આ સભ્ય નંબર તેની અત્યાર સુધીની સૌથી વધુ છે. જોકે, હજું પણ ઉપલા ગૃહમાં એનડીએ બહુમતી સુધી પહોંચ્યું નથી. ઉત્ત્।ર પ્રદેશ અને ઉત્ત્।રાખંડની રાજયસભાની ૧૧ બેઠકો માટેની ચૂંટણીમાં ઉત્ત્।ર પ્રદેશની ૧૦ અને ઉત્ત્।રાખંડની એક બેઠકનો સમાવેશ થાય છે. રાજ્યસભામાં કુલ ૨૪૫ બેઠકો છે. જેમાં ૧૨ નોમીનેટ છે. ગૃહમાં એનડીએની સંખ્યા ૧૧૨ થઇ છે. ૩ બેઠકો ખાલી છે. હવે બહુમતીથી તે માત્ર ૧૦ બેઠક દુર છે. પણ નોમીનેટ અને અપક્ષોના સહારે તે બહુમતી સુધી પહોંચી જશે.

ઉત્ત્।રપ્રદેશની વિધાનસભામાં ભાજપે પોતાની ધારાસભ્યોની સંખ્યા પ્રમાણે આઠ ઉમેદવારો ઉભા રાખ્યા હતા. તેઓ બધા જ ચુંટાઇ ગયા છે. તેમાંથી ત્રણ કેન્દ્રીય પ્રધાન હરદીપ પુરી, સાંસદ અરૂણ સિંહ અને નીરજ શેખર ફરીથી ચૂંટાયા છે. યુપીના પૂર્વ ડીજીપી બ્રિજલાલ, હરિદ્વાર દુબે, ગીતા શાકય, સીમા દ્વિવેદી અને બી.એલ. વર્મા પણ ચૂંટાયા છે. હરિદ્વાર દુબે ભાજપના પૂર્વ પ્રધાન રહી ચૂકયા છે.

તો વળી, ગીતા શાકય ભૂતપૂર્વ પ્રદેશ મંત્રી છે અને સીમા દ્વિવેદી પૂર્વ ધારાસભ્ય છે. સપાએ તેના નેતા રામ ગોપાલ યાદવને મેદાનમાં ઉતાર્યા હતા અને તે પણ ચૂંટાયા છે. એક બેઠક પરથી રામજી ગૌતમ બસપામાંથી બિનહરીફ ચૂંટાયા છે. ઉત્ત્।ર પ્રદેશથી હવે ઉપલા ગૃહમાં કોંગ્રેસનાં હવે માત્ર એક સાંસદ છે.

ભાજપને ઉત્ત્।રાખંડમાંથી માત્ર એક બેઠક મળી છે. તમામ સભ્યોનો કાર્યકાળ ૨૫ નવેમ્બર ૨૦૨૦ થી ૨૪ નવેમ્બર ૨૦૨૬ સુધીનો રહેશે. ઉત્ત્।ર પ્રદેશથી રાજયસભાની ૩૧ બેઠકો છે. તેમાંથી મહત્ત્।મ ૨૨ બેઠકો હવે ભારતીય જનતા પાર્ટી પાસે ગઇ છે. સમાજવાદી પાર્ટી પાસે પાંચ અને બસપાની ત્રણ બેઠકો હશે.

નોંધપાત્ર બાબત એ છે કે લોકસભામાં ભાજપની પાસે બહુમતી છે અને તે એનડીએ સાથે ખૂબ જ મજબૂત છે. રાજયસભામાં પણ ભાજપ મજબુત બની રહ્યો છે. તેમ છતાં, તેમાં પોતાનું અથવા એનડીએની બહુમતી નથી, પરંતુ તેને એઆઈએડીએમકે, બીજેડી, ટીઆરએસ અને વાયએસઆરસીપી જેવા પક્ષોનું સમર્થન કેટલાક મુદ્દાઓ પર મળે છે, જેનાથી તેની તરફેણમાં સરળતાથી બહુમતી થઇ જાય છે.

૧૭મી લોકસભામાં, આ કારણોસર સરકારને રાજયસભામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો નથી, જયારે ૧૬ મી લોકસભા દરમિયાન, તેને દ્યણા મુદ્દાઓ પર વિપક્ષ તરફથી સખત પડકારનો સામનો કરવો પડ્યો હતો. આ પરિણામો પછી રાજયસભામાં સરકાર વધુ મજબુત બની છે. કોંગ્રેસની સભ્ય સંખ્યા દ્યટી રહી છે અને તેના સાથી પક્ષો પણ દ્યટતા જાય છે. ભાજપના સમર્થક પક્ષો અને ભાજપ અને કોંગ્રેસથી સમાન અંતર રાખનારા પક્ષોની સંખ્યા સામે વિપક્ષની સંખ્યા ખૂબ ઓછી છે.

૨૦૧૪માં એનડીએના ૬૫ તો યુપીએના ૧૦૨ સાંસદ હતા.

(9:48 am IST)