Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

મુંબઈની સુપ્રસિદ્ધ માહીમ દરગાહની પહેલ : હિન્દૂ ,મુસ્લિમ ,શીખ ,ઈસાઈને સાથે રાખવા માટે એક પ્લેટફોર્મ : શાંતિ અને સદભાવનાનો અભ્યાસક્રમ પણ તૈયાર : દરેક ધર્મના ગુરુઓ એક જ જગ્યાએથી પોતાના અનુયાયીઓને સદભાવના જાળવી રાખવાની શીખ આપશે

મુંબઈ : મુંબઈની સુપ્રસિદ્ધ માહીમ દરગાહે મોટી સંખ્યામાં મુસ્લિમો ઉપરાંત અન્ય ધર્મના અનુયાયીઓ પણ આવે છે.જેઓની મન્નત પુરી થતી હોવાની માન્યતા છે.

આ દરગાહના નિર્દેશક સબીર સૈયદે તમામ ધર્મોના અનુયાયીઓને એક છત્ર હેઠળ  રાખવા માટે એક પ્લેટફોર્મ તૈયાર કરવાનું સૂચન કર્યું છે.જેને દરેક ધર્મોના ગુરુઓ તથા અનુયાયીઓનું સમર્થન મળી રહ્યું છે.

આ સૂચન મુજબ દરગાહમાં શાંતિ અને સદભાવનાનો અભ્યાસક્રમ ભણાવશે. જે માટે કોર્સ પણ તૈયાર થઇ ગયો છે.તથા તે ભણાવવા માટે જે તે ધર્મોના ગુરુઓ પણ તૈયાર થઇ ગયા છે.

આગળ જતા આ તમામ ધર્મોના અનુયાયીઓને દેશના તમામ તીર્થોની યાત્રા કરાવવાનું પણ આયોજન છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:59 am IST)