Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

સારવાર અને બચાવ બંનેમાં ફાયદેમંદ

આનંદો ... રસી પહેલા જ આવશે કોરોનાની દવા

નવી દિલ્હી, તા.૩: કોરોનાની રસી પહેલા સીએસઆઇઆર દ્વારા કોરોનાની એક દવા તૈયાર થઇ જવાની શકયતા છે. એમ ડબલ્યુ નામની દવા બે તબક્કાનું કલીનીકલ ટ્રાયલ પુરૂ કરી ચૂકી છે અને ડ્રગ કંટ્રોલને તેને ત્રીજા તબક્કાની ટ્રાયલને મંજૂરી આપી દીધી છે.

સીએસઆઇઆરના સીનીયર વૈજ્ઞાનીક ડોકટર રામ વિશ્વકર્માએ કહ્યું કે બે તબક્કાના પરિણામો ઉત્સાહજનક રહ્યા છે, જેમેન ડ્રગ કંટ્રોલર સમક્ષ રાખવામાં આવ્યા હતા. ત્યાર પછી ત્રીજા તબક્કાની મંજૂરી મળી ગઇ છે. દેશમાં લગભગ ૩૦૦ લોકો પર તેનું પરીક્ષણ બહુ જલ્દી શરૂ થશે. એઇમ્સ, એઇમ્સ, એપોલો સહિતની ખાસ હોસ્પિટલોમાં આ પરિક્ષણની તૈયારીઓ શરૂ કરાઇ રહી છે. જો ત્રીજા તબક્કાની ટ્રાયલ સફળ રહેશે તો આવતા વર્ષના પ્રથમ ત્રિમાસીકમાં આ દવા બજારમાં આવી જશે.

તેમણે જણાવ્યું કે આ દવા ઇમ્યુનોથેરેપીના રૂપમાં કામ કરશે, જે સારવાર હેઠળના દર્દીને આપી શકાય છે અને સ્વસ્થ વ્યકિતને બચાવ માટે આપી શકાય છે. બીજા તબક્કાના પરિક્ષણમાં એ જોવા મળ્યું કે તેના સેવનથી દર્દી જલ્દી સાજા થઇ રહ્યા છે. તેમનામાં વાયરસ લોડ ઝડપથી ઘટે છે. બીજા તબક્કાનું પરીક્ષણ ૪૨ દર્દીઓ પર થયું હતું પણ ત્રીજા તબક્કામાં ૩૦૦ લોકો પર પરીક્ષણ કરવામાં આવશે. આ દવા કુષ્ઠ રોગમાં પહેલાથી ઉપયોગ કરાઇ રહી છે. એમ ડબલ્યુ એટલે કે માઇક્રો બેકટ્રીયમ ડબલ્યુ શરીરમાં બહારના સંક્રમણ સામે પ્રતિરોધક ક્ષમતા ઉત્પન્ન કરે છે.કોવિડ-૧૯ સંક્રમણમાં સાઇટોકાઇસની સક્રિયતા અતિશય જોવા મળે છે. જે નુકશાનકારક હોય છે. સાઇટોકાઇસ પ્રતિરક્ષા કોશિકાઓ દ્વારા ઉત્પન્ન કરવામાં આવતું પ્રોટીન છે. ઘણી બધી કોશિકાઓ દ્વારા ઉત્પન્ન કરે છે. તેની ઉપસ્થિતિ શરીરમાં પ્રતિરોધક તંત્રને સક્રિયા અને નિયંત્રીત રાખે છે.

(12:49 pm IST)