Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

ધ્રુવ રાઠી રૂપિયા લઇ વિડીયોઝ બનાવે છે : કંગનાનો આરોપ

મુંબઇ,તા. ૩:અભિનેત્રી કંગના રણોત આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એકિટવ રહે છે અને મોટાભાગના મામલે પોતાના ટ્વિટર અકાઉન્ટ્સ પર જ રિએકશન આપે છે. હવે કંગનાએ જાણીતા યૂટ્યૂબર ધ્રુવ રાઠીના તે વીડિયો પર રિએકશન આપ્યું છે જેમાં તેણે બીએમસીને કંગનાની ઓફિસ તોડી પાડવા વિશે વાત કરી છે. કંગનાએ ધ્રુવ રાઠી પર પણ આરોપ મૂકવામાં આવ્યું છે કે તેમે પૈસા લઈને વીડિયોઝ બનાવ્યા છે.

હકીકતે એક જર્નાલિસ્ટ ફિલ્મમેકરે એક ટ્વીટ શેર કર્યું હતું જેમાં તેમણે લખ્યું ધ્રુવ રાઠીનું નામ લીધા વગર જ લખ્યું હતું કે જાણીતા યૂટ્યૂબરે સુશાંત સિંહ રાજપૂતના નિધન મામલે તેમના પરિવારના રોલ અને કંગના રણોતને ટારગેટ કરનારા વીડિયો બનાવવા માટે ૬૫ લાખ રૂપિયા લીધા છે. કંગનાએ આ ટ્વીટ પર રિએકટ કરતા લખ્યું છે કે આ વ્યકિત (ધ્રુવ રાઠી)ને વીડિયો બનાવવા માટે પૈસા મળે છે અને પોતાના વીડિયોમાં તેમના ઘર માટે મળેલી બીએમસીની નોટિસ વિશે ખોટું બોલવા માટે તેને (રાઠીને) જેલમાં મોકલી શકે છે. જેની માટે તેને ૬૦ લાખ રૂપિયા મળ્યા હતા. કંગનાએ આગળ લખ્યું કે આખરે કોઇક વ્યકિત કાયદાકીય ઘટનાઓમાં આ રીતે ખોટું શુંકામ બોલે જો તેને આમ કરવા માટે સરકાર પાસેથી મદદ કે પૈસા ન મળતા હોય.

(3:02 pm IST)