Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

ડાંગ પેટાચૂંટણીમાં 74,71 ટકા મતદાન : 2017 વિધાનસભા કરતા પેટાચૂંટણીમાં વધારે મતદાન

વિધાનસભા ચૂંટણી કરતા પેટાચૂંટણીમાં કપરાડા અને કરજણમાં મતદાન ઘટ્યું

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં મતદાન પૂરું થયુ. આ આઠેય બેઠકોમાં ડાંગમાં 2017માં યોજાયેલી વિધાનસભા ચૂંટણી કરતાં વધારે મતદાન થયું હતું. 2017માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ડાંગમાં 73.2 ટકા મતદાન થયુ હતુ. જ્યારે આ વખતની ડાંગની પેટાચૂંટણીમાં 74.71 ટકા મતદાન થયું છે.

જ્યારે કપરાડામાં આ વખતે 67.34 ટકા મતદાન થયુ હતુ, જેની સામે ગયા વખતે સૌથી વધારે 83.4 ટકા મતદાન થયુ હતુ. 2017ની ચૂંટણીમાં કરજણમાં 76.4 ટકા મતદાન થયુ હતુ, જ્યારે આ વખતની પેટાચૂંટણીમાં કરજણમાં 65.94 ટકા મતદાન થયું છે,

(8:09 pm IST)