Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

મેઘાલયના મુખ્યમંત્રીના હેલીકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિગ કરાયું : સીએમ બોલ્યા- શું એડવેન્ચર હતુ !

હેલીકોપ્ટરને ઉપરી શિલાંગના એડાવાન્સ લેંડિન્ગ ગાઉન્ડ પર ઉતાવવાની યોજના હતી. પણ તે પહેલા જ તેનુ લેંડિન્ગ કરવુ પડયુ : ખરાબ હવામાનના કારણે મેઘાયલના મુખ્યમંત્રીના હેલીકોપ્ટરનું ઈમરજન્સી લેંડિન્ગ થયુ

મેઘાયલના મુખ્યમંત્રી કોનરાડ કે. સંગમાના હેલીકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ  કરલામાં આવ્યુ છે. મળતી માહિતી અનુસાર, આજે બુધવારના દિવસે ખરાબ હવામાનને કારણે ઉમિયમ તળાવ પાસે તેમના હેલીકોપ્ટરનું ઈમરજન્સી લેંડિન્ગ કરવામાં આવ્યુ. આ પહેલા હેલીકોપ્ટરને ઉપરી શિલાંગના એડવાન્સ લેન્ડિંગ  ગાઉન્ડ પર ઉતારવાની યોજના હતી. પણ તે પહેલા જ તેનુ લેન્ડિંગ કરવુ પડયુ હતુ. ખરાબ હવામાનના કારણે મેઘાયલના મુખ્યમંત્રીના હેલીકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ થયુ, તે જાણી મેઘાલયની જનતા ચિંતામાં હતી.

મેઘાયલના મુખ્યમંત્રી હેલીકોપ્ટર દ્વારા રાજ્યના પશ્ચિમી ભાગમાં ગારો હિલ્સથી પોતાના ક્ષેત્રના આધિકારિક મુલાકાત કરી ફરી આવી રહ્યા હતા. તેમણે ટ્વિટર પર આ અંગેની જાણકારી આપતા એક વીડિયો પણ શેયર કર્યો છે. તેમણે જાણકારી આપતા કહ્યુ છે કે, ખરાબ હવામાનને કારણે હેલીકોપ્ટરની ઉમિયમ તળાવ પાસે યૂનાઈટેડ ક્રિશ્ચિયન કોલેજ ગ્રાઉન્ડ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી. મુખ્યમંત્રીએ આગળ જણાવ્યુ કે, તેમણે આ કોલેજ કેમ્પસના સુંદર દ્રશ્યોનો આનંદ માણ્યો, તે કોલેજના કર્મચારીઓ સાથે મુલાકાત કરી અને કેન્ટીનમાં બપોરનું ભોજન પણ કર્યુ. હવામાન ખરેખર ખરાબ હતુ, અમને સુરક્ષિત પાછા લાવવા માટે કેપ્ટન અને પાયલટનો આભાર.

(11:07 pm IST)