Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

ગ્રામ્‍ય વિસ્‍તારોમાં એફએમસીજીની માંગમાં ઘટાડો

ડીસ્‍ટ્રીબ્‍યુટરો રીટેલરોને ૧૫-૨૦ દિવસને બદલે આપે છે ૪૦ દિવસની ક્રેડીટ

મુંબઇ, તા.૩: ફાસ્‍ટ મુવીંગ કંઝયુમર ગુડસ (એફએમસીજી) કંપનીઓ માટે ગ્રામ્‍ય માંગ છેલ્લા ૬ ત્રિમાસીકથી માથાનો દુઃખાવો બની રહી છે પણ હવે સ્‍થિતી એકદમ વણસી ગઇ છે કેમ કે ડીસ્‍ટ્રીબ્‍યુટરો પર રીટેઇલરોને ક્રેડીટનો સમયગાળો લંબાવવાનું દબાણ કરાઇ રહ્યું છે. આ ઉપરાંત કંપનીમાંથી સ્‍ટોક ખરીદવા માટેની ફ્રીકવન્‍સી પણ ઘટાડી દેવાઇ છે.

વૈશ્‍વિક એફએમસીજી કંપની યુનિલીવરના સીઇઓ એલન જોપે હાલમાં રોકાણકારો સાથેના કોન્‍ફરન્‍સ કોલ દરમ્‍યાન દેશના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વેચાણની તકલીફ અંગે વાત કરતા કહ્યું, ‘ભારતીય બજારો કિંમતમાં વધી રહી છે પણ તેનું કદ ઘટી રહ્યું છે. ભારતીય ગ્રાહકો પર મોંઘવારીની અસરના કારણે વપરાશ ખાસ કરીને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ઘટી રહ્યો છે.

પશ્‍ચિમ વિસ્‍તારના એક ડીસ્‍ટ્રીબ્‍યુરે કહ્યું કે તે રીટેલરોને અત્‍યારે ૧૫-૨૦ દિવસના બદલે ૪૦ દિવસની ક્રેડીટ આપી રહ્યા છે. તેણે કહ્યું કે જો અમે આટલી ક્રેડીટ ના આપીએ તો રીટેલરો અમારી પાસેથી માલ નથી ખરીદતા. કંપની અમને કોઇ જ ક્રેડીટ નથી આપતી પણ અમારે રીટેલરોને ક્રેડીટ આપવી પડે છે. અમારે માલની હેરફેર કરવી જરૂરી છે પણ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં નબળી માંગને કારણે તેને અસર થઇ રહી છે.

(1:20 pm IST)