Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

લડાખમાં અલગ રાજયની માંગ સાથે આંદોલનના મંડાણઃ વિરોધ રેલી નીકળી

જમ્‍મુઃ (સુરેશ ડુગ્‍ગર): ૩૭૦મી કલમ હટાવ્‍યા બાદ ઓગષ્‍ટ ૨૦૧૯માં એક અલગ કેન્‍દ્રશાસિત પ્રદેશના રૂપમાં બનાવાયેલ ક્ષેત્ર માટે બંધારણની કલમ હેઠળ રાજયનો દરરજો અને  માન્‍યતાની માંગને લઇને લેહમાં વિરોધ માર્ચ કાઢવામાં આવેલ. આ પ્રદર્શન સાથે ક્ષેત્રિય મુદદાઓ ઉપર આંદોલન શરૂ થઇ ગયુ છે. લદાખ એપેકસ બોડી અને કારગીલ ડેમોક્રેટીક એલાયંસના આહવાન ઉપર પોલો ગ્રાઉન્‍ડમાં કારગીલના લાલચોકમાં પ્રદર્શન ચાલુ છે. આ પ્રદર્શનમાં વેપારીમાં, ટ્રાન્‍સપોર્ટરો, ટુર એન્‍ડ ટ્રાવેલ્‍સ એસોસીએશનનાં સભ્‍યો સાથે સમાજના વિભિન્ન વર્ગોના લોકો પણ જોડાયા હતા. આ રેલીનું નેતૃત્‍વ લદાખ એપેકસ બોડીના પૂર્વ સાંસદ થુટસ્‍ટન છેવાંગ, છેરિંગ દોર જે સાથે પદમા સ્‍ટેંજીન, થિનલેસ આંગમાં વગેરેમાં કર્યુ હતું. આ અગાઉ ઓગષ્‍ટ મહિનામાં અલગ રાજયની માંગ સાથે બંૅધનું આયોજન કરાયુ હતું. એપેકસ બોડીના નેતાઓએ જણાવેલ કે, જો કેન્‍દ્ર અમારી માંગો નહી માને તો ૨૦૨૩માં ધરણા-પ્રદર્શનોની કવાયત વધુ તે જ કરવામાં આવશે

 

 

(4:15 pm IST)