Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

પોલિયો પીડિત વિકલાંગ પતિને ટોણો મારવો,તેની ક્રેચ છીનવી લેવી,ધક્કો મારવો અને લૂલો લંગડો કહેવો તે બાબત ક્રુરતાનું સૌથી અમાનવીય સ્વરૂપ છે : છૂટાછેડાની અરજી ફગાવી દેનાર જિલ્લા ન્યાયધીશના નિર્ણય સામે પતિ દ્વારા પંજાબ એન્ડ હરિયાણા હાઇકોર્ટમાં દાખલ કરાયેલી અરજી મંજુર

પંજાબ : પંજાબ એન્ડ હરિયાણા હાઈકોર્ટે પતિ દ્વારા દાખલ કરાયેલી અપીલનો નિકાલ કરતી વખતે જણાવ્યું હતું કે પ્રતિવાદી-પત્ની દ્વારા પતિની શારીરિક અસમર્થતા, ટોણા મારવી, તેની ક્રૅચ છીનવી લેવી અને તેની પર હુમલો કરવો અને તેને અહીં-ત્યાં ફેંકી દેવા એ શારીરિક અને માનસિક રીતે ક્રૂરતા સમાન છે.

હિંદુ લગ્ન અધિનિયમ, 1955ની કલમ 13 હેઠળ 'ક્રૂરતા' અને 'ત્યાગ'ના આધારે છૂટાછેડા માટેની તેમની અરજી ફગાવી દેનાર અધિક જિલ્લા ન્યાયાધીશ, હોશિયારપુર દ્વારા પસાર કરાયેલા આદેશ સામે અપીલકર્તા-પતિ દ્વારા અપીલ દાખલ કરવામાં આવી હતી.

અરજદારનો કેસ એવો હતો કે તે વિકલાંગ છે - બાળપણથી પોલિયોથી પીડિત છે. પત્ની સાથેના લગ્ન પછી તરત જ પત્નીએ તેની શારીરિક અસમર્થતા માટે જાહેરમાં તેનું અપમાન અને ઉપહાસ કરવાનું શરૂ કર્યું, તેના પરિવાર અને મિત્રોની સામે તેને ટોણો મારવા લાગી અને તેને 'લૂલો લંગડો કહેવાનું શરૂ કર્યું. તેણે પોતાના મિત્રો અને સંબંધીઓને પોતાના ઘરે બોલાવવાનું બંધ કરી દીધું અને તેના માતા-પિતાની મિલકતથી પણ વંચિત રહી ગયો.

બીજી તરફ, પ્રતિવાદી પત્નીએ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે અરજદાર-પતિએ તેની પાસેથી દહેજની માંગણી કરી હતી.

બંને પક્ષોની દલીલ સાંભળી પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે કોર્ટે હિંદુ મેરેજ એક્ટ, 1955ની કલમ 13 હેઠળ છૂટાછેડાનો હુકમ પસાર કર્યો હતો તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

 

(7:44 pm IST)