Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

પંજાબ એન્ડ હરિયાણા હાઈકોર્ટે ચીફ ઈન્ફોર્મેશન કમિશન વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી ફગાવી :કમિશને પીએમ કેર્સ ફંડ સંબંધિત માહિતી આપવાનો ઈન્કાર કર્યો હતો

પંજાબ : પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે તાજેતરમાં મુખ્ય માહિતી આયોગના આદેશ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી. મુખ્ય માહિતી આયોગે પીએમ કેર ફંડની વિગતો વિશે માંગવામાં આવેલી માહિતીને નકારી કાઢી હતી.

જસ્ટિસ મહાબીર સિંહ સિંધુની ખંડપીઠે અવલોકન કર્યું હતું કે CPIO અને CIC બંને સત્તાધિશોની ઓફિસો નવી દિલ્હીમાં છે અને તેઓ હાઈકોર્ટના અધિકારક્ષેત્ર હેઠળ આવતા ન હોવાથી હાલની અરજી પર સુનાવણી કરવી શક્ય નથી.

7 જૂન, 2020 ના રોજ, અરજદારે માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ પ્રતિવાદી નંબર 3 [જાહેર માહિતી અધિકારી, PMO] પાસેથી કેબિનેટ પ્રસ્તાવ અને સરકારી ડોમેન વેબસાઇટ પર PM CARES ફંડની જાહેરાત સંબંધિત માહિતી માંગી હતી. અરજદારે ભારતભરની સરકારી વેબસાઇટ્સ પર અને અન્ય વિવિધ વિશ્વ મંચોની વેબસાઇટ્સ પર પણ જાહેરાતો મેળવવા માટે PM CARES ફંડ દ્વારા પરવાનગીના પત્ર અને ચૂકવણીની રકમ વિશે પણ માહિતી માંગી હતી.તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

(8:15 pm IST)