Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

હુમલાખોરની કબૂલાત :કહ્યું -ઈમરાનખાનને મારવા આવ્યો હતો:જનતાને ગુમરાહ કરતા હોય સજા આપવા આવ્યો હતો

વજીરાબાદમાં અલ્લાહ હો ચોક પાસે પીટીઆઈ પ્રમુખ ઈમરાન ખાનના કન્ટેનર પર અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો

નવી દિલ્હી :પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના કન્ટેનર-ટ્રક પર ગુરુવારે પંજાબ પ્રાંતમાં વિરોધ માર્ચ દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં તેને પગમાં ગોળી વાગી હતી, પરંતુ તે ખતરાની બહાર છે. મીડિયા રિપોર્ટ્સમાં આ જાણકારી આપવામાં આવી છે. તો એએફપીના અહેવાલ મુજબ, ઇમરાન પર ગોળીબાર કરનાર હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાની મીડિયા અનુસાર હુમલાખોરે ધરપકડ બાદ કહ્યું કે તે ઈમરાન ખાનને મારવા આવ્યો હતો. તેણે કહ્યું કે પૂર્વ વડાપ્રધાન જનતાને ગુમરાહ કરી રહ્યા છે, જેમને સજા આપવા તેઓ આવ્યા હતા.

 પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફાયરિંગમાં ઈમરાન સહિત ઓછામાં ઓછા 4 લોકો ઘાયલ થયા છે. ડોન ન્યૂઝ ટીવીએ ગુરુવારે અહેવાલ આપ્યો હતો કે વજીરાબાદમાં અલ્લાહ હો ચોક પાસે પીટીઆઈ પ્રમુખ ઈમરાન ખાનના કન્ટેનર પર અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો. જોકે, ઈમરાન ખાન આ હુમલામાં બચી ગયા હતા પરંતુ તેમને ઈજાઓ થઈ હતી. જિયો ન્યૂઝના અહેવાલ મુજબ, ઈમરાન ખાન પણ ઘાયલ થયા છે અને તેમના પગમાં ગોળી વાગી છે. તેમના જમણા પગ પર પાટો જોવા મળે છે. હુમલા બાદ ઈમરાન ખાનને કન્ટેનરમાંથી બહાર કાઢીને બુલેટ પ્રૂફ કારમાં લઈ જઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

પીટીઆઈના ફારૂક હબીબે પક્ષના વડા ઈમરાન ખાન ગોળીબારમાં ઘાયલ થયાની પુષ્ટિ કરી છે. પીટીઆઈ નેતા ફૈઝલ જાવેદ પણ ઈમરાન ખાનના કન્ટેનર પાસે ફાયરિંગમાં ઘાયલ થયા હતા.ગુરુવારે તેહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના વિરોધ માર્ચનો સાતમો દિવસ છે.  જણાવી દઈએ કે ઈમરાન ખાન લાહોરથી ઈસ્લામાબાદ સુધી કૂચ કરી રહ્યા છે. આ કૂચ દરમિયાન, તે જે કન્ટેનરમાં હતા તેની નજીક ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ હુમલા બાદ ઈમરાન ખાનને કન્ટેનરમાંથી કાઢીને કારમાં બેસાડવામાં આવ્યા હતા. હુમલાખોરોને પકડી લેવામાં આવ્યા છે પરંતુ અન્ય 4 લોકો ગંભીર રીતે ઘાયલ છે

(8:51 pm IST)