Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

દક્ષિણ આફ્રિકા સામે પાકિસ્તાનનો ડકવર્થ-લુઇસના નિયમ આધારે 33 રનની વિજય : સેમી ફાઇનલની આશા જીવંત

પાકિસ્તાને 20 ઓવરમાં 9 વિકેટ પર 185 રન બનાવ્યા: વરસાદના કારણે સાઉથ આફ્રિકાને 14 ઓવરમાં 142 રનનો ટાર્ગેટ મળ્યો પરંતુ 108 રન જ બનાવી શકી

પાકિસ્તાન અને દક્ષિણ આફ્રીકા વચ્ચે સિડનીમાં રમાયેલી મેચમાં પાકિસ્તાનની ટીમે દક્ષિણ આફ્રીકાને 33 રનથી હરાવી દીધું છે. પ્રથમ બેટીંગ બાદ પાકિસ્તાને 20 ઓવરમાં 9 વિકેટ પર 185 રન બનાવ્યા હતા. ત્યારબાદ દક્ષિણ આફ્રીકાની ઇનિંગ દરમિયાન વરસાદ પડ્યો હતો અનેપછી તેને 14 ઓવરમાં 142 રનનો ટાર્ગેટ મળ્યો. દક્ષિણ આફ્રીકાની ટીમ 108 રન જ બનાવી શકી.

પાકિસ્તાન માટે બોલીંગમાં શાદાબ ખાને બે વિકીટ લીધી.બીજી તરફ શાહીન અફરીદીને ત્રણ સફળતા મળી. આ પહેલાં બેટ્સમેન શાબાદે ફીફ્ટી પણ ફટકારી હતી. ટી20 વર્લ્ડકપ 2022 ના પોતાના ચોથા મુકાબલામાં વરસાદના વિઘ્નના કારણે પાકિસ્તાને ડકવર્થ-લુઇસના નિયમ આધારે 33 રનની જીત પ્રાપ્ત કરી છે. પાકિસ્તાને આ જીત સાથે જ સેમીફાઇનલમાં પહોંચવાની પોતાની આશાને જીવિત રાખી છે. 

પાકિસ્તનની શરૂઆત ખૂબ ખરાબ રહી હતે અને તેમણે 43 રનો પર રનો પર જ પોતાની ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ઇફ્તિખાર અહમદ અને મોહમંદ નવાજે પાંચમી વિકેટ માટે 52 રનોની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. નવાજ 22 બોલમાં 28 રન બનાવ્યા બાદ 13મી ઓવરના અંતિમ ઓવરમાં આઉટ થયા. નવાજના આઉટ થયા બાદ ઇફ્તિખારને શાદાબ ખાનથી સારો સહયોગ મળ્યો. શાદાબે ધુંઆધાર બેટીંગ કરતાં 20 બોલમાં પોતાની ફિફ્ટી પુરી કરી. બંને વચ્ચે 36 બોલમાં 82 રનની ધુંઆધાર ભાગીદારી થઇ. શાદાબ 22 બોલમાં 52 રન બનાવ્યા બાદ આઉટ થયા. ત્યારબાદ ઇફ્તિખાર પણ 34 બોલમાં 51 રન બનાવ્યા બાદ આઉટ થયા.  સ્કોરનો પીછો કરવા ઉતરેલી આફ્રીકાએ 16 રન પર જ બે વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ કેપ્ટન ટેંબા બાવુમાએ લાંબા સમય બાદ સારી લયમાં જોવા મળ્યા અને 19 બોલમાં 36 રનની ઇનિંગ રમી. બાવુમાએ એડન માર્કરમ (20) સાથે ત્રીજી વિકેટ માટે 49 રનોની ભાગીદારી કરી હતી. આઠમી ઓવરમાં ત્રણ બોલમાં બેટ્સમેનોને પેવેલિયન મોકલી શાદાબે પાકિસ્તાનને ખૂબ મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધું હતું. ફરીથી મેચ શરૂ થઇ તો દક્ષિણ આફ્રીકાને પાંચ ઓવરમાં 73 રન બનાવવાની જરૂર હતી. પાકિસ્તાની બોલરોની સટીક બોલીંગ સામે દક્ષિણ આફ્રીકાના બેટ્સમેન લક્ષ્યની નજીક પહોંચી શક્યા નહી

(12:59 am IST)