Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

સ્વાગત માટે ઊભેલા પુત્રને માતાએ સેન્ડલથી ફટકાર્યો

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો : પુત્ર સાથે માતાએ આવુ વર્તન કેમ કર્યુ તેનો ખુલાસો જોવા મળતો નથી, વીડિયો જોઈને યુઝર્સ કોમેન્ટસ કરી રહ્યા છે

નવી દિલ્હી, તા. : સોશિયલ મીડિયા પર ઘણા વિડિયો એવા હોય છે જે વાયરલ થઈ જતા હોય છે.લાખો લોકો તેને જોતા હોય છે.

જોકે આજકાલ જે વિડિયો વાયરલ થઈ રહ્યો છે તે અજીબો ગરીબ છે.

વિડિયોમાં જોઈ શકાય છે કે, એક પુત્ર પોતાની માતાને એરપોર્ટ પર રિસિવ કરવા ગયો હોય છે.જ્યાં તે બૂકે અને પોસ્ટર સાથે માતાનુ સ્વાગત કરવા ઉભો હોય છે.

જોકે પુત્રને જોઈને ખુશ થવાની જગ્યાએ માતા પોતાનો સેન્ડલ કાઢે છે અને પુત્રને મારવાનુ શરૂ કરી દે છે.

જોઈને એરપોર્ટ પર બીજા લોકો પણ હેરાન થઈ જાય છે.

વિડિયો શેર કરનાર અનવર જિવાબી નામના વ્યક્તિએ લખ્યુ છે કે, મારી માતા પાછી આવી ગઈ.અત્યાર સુધીમાં ૧૩ કરોડ લોકો વિડિયો જોઈ ચુકયા છે.૬૦૦૦૦ લોકો તેને લાઈક કરી ચુકયા છે.

જોકે પુત્ર સાથે માતાએ આવુ વર્તન કેમ કર્યુ તેનો કોઈ ખુલાસો વિડિયોમાં જોવા મળતો નથી.વિડિયો જોઈને યુઝર્સ પણ જાત જાતની કોમેન્ટસ કરી રહ્યા છે.

(12:00 am IST)