Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

કોરોનાની તપાસ વગર અન્ય રાજયોમાંથી યૂપીમાં મુસાફરોને પ્રવેશ મળશે નહીં

એરપોર્ટ, રેલ્વ અને બસ સ્ટેન્ડ પર પણ થશે કોરોનાની તપાસ

નવીદિલ્હીઃ કોરોનાનો નવો વેરીએન્ટ ઓમિક્રોન વિશ્વમાં ફેલાઈ રહ્યો છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં તેને લઈને ચિંતા છે. ઓમિક્રોન કોરોનાની ત્રીજી લહેર ન બને તે માટે પ્રદેશ સરકારે નિયમો કડક બનાવ્યા છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકારે નિર્દેશ આપ્યા છે કે, એરપોર્ટની સાથે-સાથે રેલ્વે અને બસ સ્ટેન્ડ પર પણ અન્ય રાજ્યથી આવતા મુસાફરોની તપાસ કરવામાં આવશે. તપાસ વગર કોઈ પણ મુસાફર બીજા રાજ્યોમાંથી ઉત્તર પ્રદેશ આવી શકશે નહીં. ૨૪ દેશોમાં કોરોના વાયરસના નવા વેરિએન્ટનો પ્રભાવ જોવા મળ્યો છે. હવે ૧૫ ડિસેમ્બરથી આંતરાષ્ટ્રીય ફ્લાઈટ્સ ફરી શરૂ કરવામાં આવશે. 

બ્રિટન અને નેધરલેન્ડની ફ્લાઈટ્સમાં દિલ્હી પહોંચતા ૪ ભારતીયોનો કોરોના રિપોર્ટ પોઝીટિવ આવ્યો છે. જે બાદ તેમને રાજકીય હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા. સંક્રમિત દર્દીઓના નમુના જિનોમ સિકવેસિંગ માટે મોકલવામાં આવ્યા. સતર્કતા દાખવતા આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સને બંધ કરવામાં આવી. જો કે, ૩૧ દેશો સાથે એર બબલ વ્યવસ્થા હેઠળ ફ્લાઈટ્સ સક્રિય રહેશે.

ઉત્તરપ્રદેશ સરકારે પણ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે નવા દિશા નિર્દેશને લાગૂ કરી દીધું છે. ઉત્તર પ્રદેશના એરપોર્ટ પર આવનાર વિદેશી યાત્રીઓની તપાસ કરાવવામાં આવશે. આંકડાઓનું માનીએ તો ૮૦ ટકા મુસાફરોના રેપિડ PR તપાસ કરાવી છે રેપિડ ભ્ય્ માટે ૩૯૦૦ અને RTPCR માટે ૫૦૦ રૂપિયા ચુકવવાના રહેશે.

ઓમિક્રોમના વધતા જોખમને ધ્યાનમાં રાખી પ્રદેશમાં એરપોર્ટની સાથે-સાથે બસ અને રેલ્વે સ્ટેશન પર પણ મુસાફરોનો RTPCR રિપોર્ટ કરાવવામાં આવશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, વગર તપાસે કોઈ પણ મુસાફરોને પ્રદેશમાં પ્રવેશ આપવામાં આવે નહીં. તેમણે જિનોમ સિકવેસિંગની ઝડપ વધારવા,  માસ્ક ફરજિયાત કરવા, કોવિડ પ્રોટોકોલનું કડક પાલન કરવાનો આદેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, બીજા દેશો સાથે અન્ય પ્રદેશોથી યુપી આવી રહેલ વ્યકિતઓની  તપાસ કરવામાં આવશે. એરપોર્ટ, બસ અને રેલ્વે સ્ટેશન પર વધુ સતર્કતા વધારવામાં આવે. પહેલા ચરણમાં આંતર રાજ્ય કનેકિટવિટી વાળા બસ સ્ટેશનો  પર તપાસની ઝડપ વધારવામાં આવે.

(4:31 pm IST)