Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

આનંદ મહિન્દ્રાએ સ્ટ્રીટ ડાન્સર વરુણ ડાગરનો વીડિયો કર્યો ટ્વીટ :દિલ્હીમાં યોજાનાર કાર્યક્રમ માટે પણ આમંત્રણ આપ્યું

આનંદ મહિન્દ્રાએ પોતાના ટ્વીટમાં લખ્યું છે, 'વરુણ ડાન્સ કરતા રહો, આપણે બધા 'ડાન્સ ઓફ લાઈફ'નો ભાગ છીએ

 

મુંબઈ :મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ એક આશ્ચર્ય જનક ટ્વીટ કર્યું જેમાં તેઓએ કહ્યું કે આપણે બધા જીંદગીના નુત્યનો ભાગ છીએ, બન્યું એવું કે આનંદ મહિન્દ્રાએ આ ટ્વીટ સાથે એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં તેઓ એક સ્ટ્રીટ ડાન્સરનો ઉત્સાહ વધાર્યો છે.

   હાલ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાનું એક નવું ટ્વિટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. જ્યાં તેણે સ્ટ્રીટ પરફોર્મર વરુણ ડાગરનો એક વીડિયો ટ્વીટ કર્યો છે અને પોતાના ટ્વીટમાં આનંદ મહિન્દ્રાએ વરુણ ડાગરને પ્રોત્સાહિત પણ કર્યા છે, આનંદ મહિન્દ્રાએ પોતાના ટ્વીટમાં લખ્યું છે, 'વરુણ ડાન્સ કરતા રહો, આપણે બધા 'ડાન્સ ઓફ લાઈફ'નો ભાગ છીએ. તમારી આ કળા અને સ્વતંત્રતા વ્યક્ત કરતાં તમને કોઈ રોકી શકશે નહીં. તમારી ભાવના જોઈને લાગે છે કે નવા વર્ષમાં આપણે બધા નાચીશું.આનંદ મહિન્દ્રાએ મહિન્દ્રા ગ્રુપના વાઈસ પ્રેસિડેન્ટ જય શાહને પણ ટેગ કર્યું અને લખ્યું કે 'વરુણને દિલ્હીમાં યોજાનાર ઈવેન્ટમાં આમંત્રિક કરવામાં આવે અને ત્યાં વરુણ પરફોર્મ આપે આમ એકંદરે, વરુણને ખાસ આમંત્રણ મોકલ્યું હતું.

આનંદ મહિન્દ્રાએ સ્ટ્રીચ ડાન્સર વરુણ ડાગરનો વીડિયો ટ્વીટ કર્યા બાદ તેને દિલ્હીમાં યોજાનારી ઈવેન્ટમાં વરુણ પાસે પરફોર્મન્સ કરાવામાં આવે તેનો પણ ઉલ્લેખ કર્યો છે. મહત્વનું છે કે હરિયાણાના રહેવાસી વરુણ ડાગરે 20 વર્ષની ઉંમરે ઘર છોડ્યું હતું. વરુણ ડાગર કહે છે કે અનેકવાર લોકો મને ભિક્ષુક સમજે છે પરતું મારી ખરી તાકાત ગિટાર સાથે મારી રચના અને મારો ડાન્સ છે

(11:49 pm IST)