Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

ગોવામાં ભાજપને કાંટાની ટક્કર આપશે આમ આદમી પાર્ટી, પંજાબમાં થોડા મતોથી ચૂકશે બહુમતિ

૨૦૨૨માં ગોવા, ઉત્ત્।રાખંડ અને પંજાબમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છેઃ ઓપિનિયલ પોલ મુજબ આ ત્રણેય રાજયોમાં ભાજપ-કોંગ્રેસ અને આપની સ્થિતિ શું રહેશે? : પંજાબની ૧૧૭ વિધાનસભાની બેઠકોમાંથી આપ ૫૩-૫૭ બેઠકો પર વિજય હાંસલ કરી શકે છેઃ ઉત્તરાખંડ વિધાનસભાની ૭૦ બેઠકો પર ભાજપ સરળતાથી ભગવો લહેરાવી શકશેઃ ગોવા વિધાનસભામાં ભાજપને ૧૮ થી ૨૨ બેઠકો પર જીત મળવાનું અનુમાન

નવી દિલ્હી, તા.૩: ૨૦૨૨માં ગોવા, ઉત્તરાખંડ અને પંજાબમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. VETOએ ટાઈમ્સનાઉ નવભારત માટે કરેલા ઓપિનિયન પોલ પ્રમાણે, પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આપ (આમ આદમી પાર્ટી) બહુમતિથી થોડી દૂર રહી શકે છે, જયારે ગોવા અને ઉત્તરાખંડમાં ગાબડું પાડી શકે છે. આ બંને રાજયોમાં ભાજપની સરકાર બની શકે છે પરંતુ ઓપિનિયન પોલ મુજબ આમ આદમી પાર્ટી ટક્કર આપશે.

જો ઓપિનિયન પોલ સાચો ઠર્યો તો આમ આદમી પાર્ટીની દેશના અન્ય રાજયોમાં પણ મજબૂત બનવાની મહત્વાકાંક્ષાને બળ મળશે. આ તકની રાહ આપ લાંબા સમયથી જોઈ રહી હતી.

પંજાબની ૧૧૭ વિધાનસભાની બેઠકોમાંથી આપ ૫૩-૫૭ બેઠકો પર વિજય હાંસલ કરી શકે છે. જયારે શાસક પક્ષ કોંગ્રેસને ૪૧-૪૫ બેઠકો મેળવીને સંતોષ માનવો પડી શકે છે. અકાલી દળ અને બસપાના ગઠબંધનને ૧૪-૧૭ બેઠકો મળશે તેવું અનુમાન છે. જયારે ભાજપ ગઠબંધનને ૧ થી ૩ સીટ અને અન્ય પક્ષોને એકથી ત્રણ સીટ પર જીત મળતી દેખાઈ રહી છે.

ઉત્ત્।રાખંડ વિધાનસભાની ૭૦ બેઠકો પર ભાજપ સરળતાથી ભગવો લહેરાવી શકશે. ટાઈમ્સનાઉ નવભારતના ઓપિનિયન પોલ પ્રમાણે, ભાજપને ૪૨-૪૮ બેઠકો પર જીત મળશે. જયારે કોંગ્રેસને ૧૨-૧૬ સીટ મળવાનો અંદાજો છે. આમ આદમી પાર્ટી ચારથી સાત બેઠકો પર વિજય મેળવીને એન્ટ્રી મારી શકે છે. મતલબ કે, પાંચ વર્ષ પહેલા ભાજપે જેટલી બેઠકો મેળવી હતી તેમાં આ વખતે દ્યટાડો નોંધાઈ શકે છે. આનો અર્થ એવો પણ છે કે કોંગ્રેસે પોતાના કટ્ટર હરીફ પક્ષ પાસેથી સત્ત્।ાનો તાજ ઝૂંટવી લેવા વધુ પાંચ વર્ષ રાહ જોઈને વિપક્ષમાં બેસવું પડશે.

જો ઓપિનિયન પોલ સાચા પડ્યા તો ગોવામાં આમ આદમી પાર્ટી મુખ્ય વિપક્ષ બનશે અને ૪૦ વિધાનસભા બેઠકોમાંથી ભાજપને અડધી કે તેનાથી થોડી વધુ બેઠકો પર જીત મળશે. ઓપિનિયન પોલ પ્રમાણે, ગોવામાં ભાજપને ૧૮ થી ૨૨ બેઠકો મળશે જયારે આમ આદમી પાર્ટી ૭ થી ૧૧ બેઠકો કબ્જે કરશે. ૨૦૧૭માં જ સૌથી મોટી એકમાત્ર પાર્ટી તરીકેનો કોંગ્રેસનો તાજ છીનવાઈ ગયો હતો. ત્યારે ૨૦૨૨ના ચૂંટણીમાં ગોવામાં કોંગ્રેસને માત્ર ૪ થી ૬ બેઠકો પર જીત મેળવીને સંતોષ માનવો પડી શકે છે. તૃણમુલ કોંગ્રેસને કુલ મતના માત્ર બે ટકા જેટલા મત મળશે તેવો અંદાજો છે.

(12:00 am IST)