Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે યોજી સમીક્ષા બેઠક

ભારતમા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વમાં વિશ્વનું સૌથી સફળ અને સૌથી મોટુ રસીકરણ અભિયાન : રસીકરણ માટે ખૂબ જ ઓછી જનસંખ્યા ધરાવતા અનેક વિક્સીત પશ્ચિમી દેશોની સરખામણીએ સારુ પ્રદર્શન

નવી દિલ્હી : કોરોનાના વધી રહેલા કેસની વચ્ચે વિદેશી મીડિયાનાં એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત કોરોનાં વેક્સીનેશનનાં લક્ષ્યથી ચુકી ગયુ છે. જોકે આ રિપોર્ટ સાચી હકીકત રજૂ નથી કરતી. કેન્દ્ર સરકારે કહ્યુ છે કે પ્રતિષ્ઠીત આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી દ્વારા હાલમાં જ છાપવામાં આવેલા આ સમાચારનાં લેખમાં દાવો કરાયો છે કે ભારત પોતાનાં રસીકરણનાં લક્ષ્યથી ચુકી ગયું છે. આ ભ્રામક સમાચાર છે અને સંપૂર્ણ સત્યને રજૂ કરતુ નથી. સરકારે કહ્યું છે કે જાન્યુઆરી 2021 થી શરૂ થયેલા રસીકરણ અભિયાનમાં 90 ટકા લોકોને પહેલો ડોઝ અને 65 ટકા લોકોને બન્ને ડોઝ આપી દેવાયા છે. સરકારે જણાવ્યું છે કે આપવા યોગ્ય લોકોને રસીનો પહેલો ડોઝ આપવામાં અમેરિકાએ માત્ર પોતાની 73 ટકા આબાદીને કવર કર્યું છે. જ્યારે બ્રિટને પોતાની આબાદીના 75 ટકા, ફ્રાન્સે 78 ટકા, જ્યારે સ્પેને પોતાની આબાદીને 84 ટકા ભાગ કવર કર્યો છે.

જ્યાં ભારતે પહેલા જ કોરોના સામેની રસીનાં પહેલા ડોઝ 90 ટકા આપવા પાત્ર આબાદીને કવર કર્યું છે. જ્યારે બીજા ડોઝની વાત કરવામા આવે અમેરિકાએ પોતાની આબાદીનો માત્ર 61 ટકા, યુકેએ 69 ટકા, ફ્રાન્સે 73 ટકા, સ્પેને પોતાની આબાદીનો 81 ટકા જ્યારે ભારતે પોતાની રસી આપવા યોગ્ય આબાદીનાં  65 ટકાથી વધુને આવરી લીધા છે. સરકારે એ પણ જણાવ્યું કે ભારતમાં 11 થી વધુ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ પહેલા જ રસીકરણનાં પહેલો ડોઝ 100 ટકાનો લક્ષ્ય મેળવી લીધો છે. જ્યારે 3 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ બીજા ડોઝનો 100 ટકા રસીકરણનો લક્ષ્ય મેળવી લીધો છે. સરકારે કહ્યું કે અનેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો 100 ટકા રસીકરણનો લક્ષ્ય મેળવી લેશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ આ ઉપલબ્ધી પર ટ્વીટ કરીને કહ્યું કે ભારત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વમાં વિશ્વનું સૌથી સફળ અને સૌથી મોટુ રસીકરણ અભિયાન ચલાવી રહ્યું છે. કોવિડ અભિયાને રસીકરણ માટે ખૂબ જ ઓછી જનસંખ્યા ધરાવતા અનેક વિક્સીત પશ્ચિમી દેશોની સરખામણીએ સારુ પ્રદર્શન કર્યું છે.

(12:00 am IST)