Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

દિલ્હીમાં ૧૦ વર્ષ જૂના લાખ વાહનના રજિસ્ટ્રેશન કેન્સલ

દિલ્હી સરકારના એક અધિકારીએ માહિતી આપી : આ વાહનોને ઈલેક્ટ્રિક કિટ લગાવીને ઉપયોગ કરવામાં આવે, અથવા તો અન્ય રાજ્યોમાં વેચી દેવાનો આદેશ

નવી દિલ્હી તા.૩ : દિલ્હી સરકારે મોટુ પગલુ ઉઠાવતા ૧૦ વર્ષ જૂના ૧ લાખ કરતા વધારે વાહનોનુ રજિસ્ટ્રેશન કેન્સલ કરી દીધુ છે. રાજ્ય સરકારોએ આ વાહનોના માલિકોની પાસે માત્ર બે વિકલ્પ છોડ્યા છે. આ વાહનોને ઈલેક્ટ્રિક કિટ લગાવીને ઉપયોગ કરવામાં આવે, અથવા તો નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લઈને આને અન્ય રાજ્યોમાં વેચી દે.

આ જાણકારી દિલ્હી સરકારના એક અધિકારીએ આપી છે. દિલ્હી ટ્રાન્સપોર્ટ વિભાગના એક અધિકારીએ જણાવ્યુ કે થોડા જ દિવસોમાં ૧૫ વર્ષ જૂના પેટ્રોલ વાહનો માટે પણ આ પગલા ઉઠાવવામાં આવશે. આવા વાહનોની કુલ સંખ્યા ૪૩ લાખ હોવાનુ અનુમાન છે જેમાં ૩૨ લાખ ટુ-વ્હીલર્સ અને ૧૧ લાખ કાર સામેલ છે.

કેટલાક દિવસ પહેલા જ દિલ્હી સરકારે નિર્દેશ આપ્યા હતા કે ૧૦ વર્ષ જૂના ડીઝલ અને ૧૫ વર્ષ જૂના પેટ્રોલ વાહનોને અનિવાર્ય રીતે સ્ક્રેપ એટલે કે નષ્ટ કરવામાં આવશે. આવા વાહન જો રસ્તા પર ચાલતા જોવા મળ્યા તો તેમને તત્કાલ જપ્ત કરી લેવામાં આવશે. વાહન માલિક પર દંડ કરવામાં આવશે અને તેમના વાહન ટ્રાન્સપોર્ટ વિભાગના લાઈસેન્સડ સ્ક્રેપરને સોંપવામાં આવશે. અહીં સ્ક્રૈપર વાહનને ટો કરવાની વ્યવસ્થા કરશે અને આપના વાહનને સ્ક્રેપેજ સેન્ટર મોકલવામાં આવશે. જો ઘટના પર સ્ક્રૈપર નહીં આવી રહ્યુ તો સ્થાનિક પોલીસની પાસે આ વાહનને જપ્ત કરવાનો અધિકાર હશે અને આને પોલીસ દ્વારા સ્ક્રૈપિંગ યાર્ડ મોકલવામાં આવશે.

કુલ ૧,૦૧,૨૪૭ વાહન જેમનુ રજિસ્ટ્રેશન કેન્સલ કરવામાં આવ્યુ છે જેમાં ૮૭,૦૦૦ કાર, માલ વાહક, બસ અને ટ્રેક્ટર સામેલ છે. તેમને ઈલેક્ટ્રિક વાહનમાં બદલવા માટે દિલ્હી સરકારે ૮ ઈલેક્ટ્રિક કિટ નિર્માતાઓને અનુમતિ આપી છે. આ સિવાય રાજ્ય સરકાર હજુ પણ કેટલાક નિર્માતાઓ પાસેથી આ કામમાં નફો કરવા માટે વાત કરી રહી છે. જેમાં બે અને ત્રણ પૈડાવાળા વાહન સામેલ છે જેમને નેશનલ ગ્રીન ટ્રિબ્યૂન દ્વારા રસ્તા પર ચાલવાની અનુમતિ મળી રહી નથી. ઓટોમોટિવ વિશેષજ્ઞોનુ કહેવુ છે કે બેટરીની ક્ષમતાના હિસાબે જૂની પેટ્રોલ અને ડીઝલ કારને ઈલેક્ટ્રિક કારમાં બદલવા પર ૩-૫ લાખ રૂપિયાનો ખર્ચ વાહન માલિકોને આવશે. આ કામ માટે બે અને ત્રણ પૈડાવાળા વાહનોને કારની સરખામણીએ ઓછી રકમ ખર્ચ કરવી પડશે.

(12:00 am IST)