Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

અવકાશયાત્રીઓએ સ્પેસમાં ૨૪ કલાકમાં ૧૫ વખત નવુ વર્ષ ઉજવ્યું

દરેક ટાઇમ ઝોન પરથી પસાર થતી વખતે નવા વર્ષની ઉજવણી કરાઇ

નવી દિલ્હી તા. ૪ : આ વખતે કોરોનાની ઉજવણી કોરોનાના લીધે એકદમ શાંત રીતે થઈ હતી. પણ આંતરરાષ્ટ્રીય સ્ટેશનમાં વસતા અવકાશયાત્રીઓએ છેલ્લા ૨૪ કલાકમાં પંદર વખત નવા વર્ષની ઉજવણી કરી હતી.

વાસ્તવમાં અંતરિક્ષ સ્ટેશન વિશ્વના પંદર ટાઇમ ઝોનમાંથી પસાર થયું ત્યારે દર વખતે તે ટાઇમઝોનમાં વસતા અવકાશયાત્રી માટે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. સ્ટેશન જયારે પેસિફિક ઓસન પરથી પસાર થયું ત્યારે મોસ્કોના ટાઇમ બપોરના ૩-૪૪ મુજબ ઉજવણી કરવામાં આવી હતી. સ્ટેશન હવાઈની ઉપર હતું ત્યારે મોસ્કો ટાઇમ મુજબ ઉજવણી કરવામાં આવી હતી. તેના બે કલાકમાં તે જર્મનીની ઉપર પહોંચ્યું હતું. આ સ્થળ યુરોપીયન સ્પેસ એજન્સીના અવકાશયાત્રી મથિયાસ મૌરનું ઘર છે, તેથી તેના સમય મુજબ ઉજવણી થઈ હતી.

મોસ્કોમાં સવારના આઠ વાગ્યા હતા ત્યારે વોશિંગ્ટનમાં પહેલી જાન્યુઆરી થઈ હતી. નાસાના અવકાશયાત્રી માર્ક વેન્ડ હેઇ, રાજા ચરિ, થોમસ માર્શબર્ન અને કાયલા બેરોને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન નાસાના હ્યુસ્ટન ખાતેના હેડકવાર્ટર પરથી પસાર થયું ત્યારે નવા વર્ષની ઉજવણી કરતાં એકબીજાને અભિનંદન આપ્યા હતા.

અવકાશયાત્રીઓએ પ્રતિ કલાક ૨૬,૦૦૦ કિલોમીટરની ઝડપે પૃથ્વીની પ્રદક્ષિણા કરતા સ્પેસ સ્ટેશનમાં બેસીને નવા વર્ષને આવકાર્યુ હતું. હાલમાં ફકત ૧૩ જ જાણે છે જે પૃથ્વીની બહાર છે અને તેમાથી દસ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં છે.

(10:01 am IST)