Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

ઓમિક્રોનની કળ વળી નથી ત્‍યાં

ફ્રાન્‍સમાંથી મળી આવ્‍યો વધુ એક ઘાતક વેરિયન્‍ટઃ૪૬ મ્‍યુટેશન જોવા મળ્‍યા

જો કે તે કેટલો ખતરનાક છે અને તેના સંક્રમણના દર અંગે હજુ સુધી રિપોર્ટ્‍સ સામે આવ્‍યા નથી

નવી દિલ્‍હી,તા.૪: કોરોના અને ઓમિક્રોનના ખતરા વચ્‍ચે ફ્રાન્‍સમાં અન્‍ય એક નવા અને ખતરનાક પ્રકારની ઓળખ કરવામાં આવી હતી જે ગ્‍.૧.૬૪૦.૨ તરીકે ઓળખાય છે.
કોરોના અને ઓમિક્રોનના ખતરા વચ્‍ચે ફ્રાન્‍સમાં અન્‍ય એક નવા પ્રકારની ઓળખ કરવામાં આવી છે. દક્ષિણ ફ્રાન્‍સમાં, ૧૨ લોકોને પણ આ નવા પ્રકારથી સંક્રમણ થયું છે. વૈજ્ઞાનિકોએ તેની ઓળખ ગ્‍.૧.૬૪૦.૨ તરીકે કરી છે. તેમનું કહેવું છે કે આ નવા વેરિઅન્‍ટમાં અત્‍યાર સુધીમાં ૪૬ મ્‍યુટેશન જોવા મળ્‍યા છે. જો કે, તે કેટલું ખતરનાક છે અને તેના સંક્રમણના દર અંગે હજુ સુધી રિપોર્ટ્‍સ સામે આવ્‍યા નથી.
રિપોર્ટમાં કહેવામાં આવ્‍યું છે કે જે વ્‍યક્‍તિઓમાં નવો પ્રકાર જોવા મળ્‍યો હતો તેઓ કેમરૂન પરત ફર્યા હતા. આવી સ્‍થિતિમાં, આ સંક્રમણ પણ દક્ષિણ આફ્રિકાના દેશોમાં ફેલાઈ શકે છે.
કોરોનાના નવા પ્રકારો વારંવાર સામે આવી રહ્યા છે. ગયા વર્ષે પણ આવું થયું હતું, પરંતુ તમામ નવા પ્રકારો કેટલા જોખમી છે તે અંગે હજુ અભ્‍યાસ ચાલુ છે. વૈજ્ઞાનિકો કહે છે કે નવો પ્રકાર બે સ્‍તરો પર ખતરનાક બની શકે છે, કાં તો તેનો મળત્‍યુ દર વધારે છે અથવા સંક્રમણ દર. જો કે, ફ્રાન્‍સમાં મળી આવેલા નવા વેરિઅન્‍ટ વિશે હજુ સુધી આવી કોઈ માહિતી સામે આવી નથી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ૧૨ લોકોમાં અસામાન્‍ય સંયોજન જોવા મળ્‍યું છે જેમાં નવા પ્રકારની ઓળખ કરવામાં આવી છે. ૪૬ મ્‍યુટેશન સાથેનો નવો વેરિઅન્‍ટ વેક્‍સિનને પણ હરાવી દે એવું લાગી રહ્યું છે.  વૈજ્ઞાનિકોનું કહેવું છે કે નવું વેરિઅન્‍ટ પોતાનામાં જ કોરોના વેક્‍સીન માટે ઈમ્‍યુનિટી બનાવી રહ્યો છે.


 

(3:28 pm IST)