Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો લાભ લેવામાં મહારાષ્ટ્ર, યુપી અને રાજસ્થાન મોખરે

કિસાન ક્રેડિટ કાર્ડ પર લીધેલી રકમ પર વ્યાજ દર 9 ટકા:સરકાર 2 ટકા રિબેટ આપે છે. જે લોકો સમયસર પૈસા પરત કરે છે તેમને 3 ટકા વધુ ડિસ્કાઉન્ટ મળે

નવી દિલ્હી :કેન્દ્ર સરકાર ખેડૂતોના કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવા પર ધ્યાન આપી રહી છે. જેથી ખેડૂતોને ધીરાણકારો પાસેથી ઊંચા વ્યાજે લોન લેવી ન પડે. હાલમાં પશુપાલકો અને મત્સ્યપાલકોના KCC બનાવવાની ઝુંબેશ ચાલી રહી છે. અગાઉ ખેડૂતો માટે કેસીસી બનાવવાનું અભિયાન ચલાવવામાં આવ્યું છે. જેનો લાભ માર્ચ 2020 થી 12 નવેમ્બર 2021 સુધીમાં દેશના 26,059,687 ખેડૂતોને આપવામાં આવ્યા છે.

જેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને આંધ્રપ્રદેશના ખેડૂતો મોખરે રહ્યા છે. જો તમે હજુ સુધી તેના માટે અરજી કરી નથી, તો જલ્દી કરો અને સસ્તી લોનનો લાભ લો. નજીકની સરકારી, સહકારી અથવા ખાનગી બેંકમાં જઈને અરજી કરો. હવે સરકારે KCC ને PM કિસાન નિધિ યોજનાના રેકોર્ડ સાથે જોડી દીધું છે. તેથી તેને બનાવવું ખૂબ જ સરળ બની ગયું છે. PM કિસાન યોજનાની વેબસાઈટ પરથી પણ KCC ફોર્મ લઈ શકાય છે. માત્ર એક પેજનું ફોર્મ ભરવાનું રહેશે.

(11:10 pm IST)