Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

રશિયામાં બળવો થઈ શકે છેઃ પુતિન સત્તામાંથી બહાર જાય તો તેમની હત્‍યા થઈ શકે છે

અમેરિકાના ભૂતપૂર્વ જનરલે કર્યો દાવો

મોસ્‍કો, તા.૪: રશિયા અને યુક્રેન વચ્‍ચેના યુદ્ધને ૭૦ દિવસ થઈ ગયા છે, પરંતુ યુદ્ધ હજુ પણ કોઈ નિષ્‍કર્ષ પર નથી પહોંચ્‍યું. રશિયાના રાષ્ટ્રપતિ વ્‍લાદિમીર પુતિન સંપૂર્ણ રીતે જીતવા માંગે છે. દરમિયાન, એવા પણ દાવાઓ થઈ રહ્યા છે કે રશિયામાં લશ્‍કરી બળવાની સંભાવના છે, જેમાં પુતિનની હત્‍યા થઈ શકે છે. ભૂતપૂર્વ યુએસ જનરલ જેક કેનનું કહેવું છે કે વરિષ્ઠ રશિયન લશ્‍કરી અધિકારીઓ અને સુરક્ષા સેવાના લોકો પુતિનના યુદ્ધના નબળા સંચાલનથી નિરાશ છે. રશિયન ફોરેન ઈન્‍ટેલિજન્‍સ સર્વિસના વડા સર્ગેઈ નારીશ્‍કિન પણ પુતિને યુદ્ધને જે રીતે હેન્‍ડલ કર્યા છે તેનાથી નાખુશ છે.

જોકે, જનરલ જેક કેનનું કહેવું છે કે પુતિન સત્તામાં રહેવા માટે કંઈ પણ કરી શકે છે. આપણે સત્‍ય સ્‍વીકારવું જોઈએ કે પુતિન ક્‍યાંય જઈ રહ્યા નથી. પુતિન જાણે છે કે જો કોઈ અન્‍ય સત્તામાં આવશે તો તે જીવિત રહેશે નહીં. વાતચીતમાં તેમણે કહ્યું, ‘પુતિનનું લક્ષ્ય દરેક કિંમતે સત્તામાં રહેવાનું છે. તે સત્તા માટે કંઈ પણ કરશે. તેમણે વધુમાં કહ્યું કે પુતિન જાણે છે કે જો તેમની જગ્‍યાએ અન્‍ય કોઈ આવે છે તો તેમનો અંત નિશ્‍ચિત છે.

તેમણે વધુમાં કહ્યું કે પુતિન સત્તામાં રહેવા માટે લડી રહ્યા છે અને સાથે જ તેઓ પોતાના લક્ષ્ય માટે મક્કમ છે, જેના કારણે તેમનું ધ્‍યાન યુક્રેન પર છે. તે હજુ પણ યુક્રેન પર કબજો કરવા માંગે છે અને હું પુતિનને ગંભીરતાથી લઉં છું. અમે તેને ઘણી વખત છૂટ આપી છે, પરંતુ તે ફરી એકવાર રશિયન સામ્રાજયને પરત લાવવા માંગે છે. એ પણ સાચું છે કે જો પુતિન રાષ્ટ્રપતિ નહીં હોય તો તેમનું કોઈ ભવિષ્‍ય નહીં હોય.

માહિતી અનુસાર, રશિયામાં શક્‍તિશાળી રાજકીય અને સૈન્‍ય જૂથ કિવમાંથી સૈન્‍ય પાછું ખેંચવા અને ડોનબાસ પર નિયંત્રણ મેળવવા માટે પુતિનને ગંભીર ભૂલ તરીકે જવાબદાર ગણાવી રહ્યું છે. આવું એટલા માટે કારણ કે રશિયાને આશા હતી કે તે યુક્રેનની રાજધાની કિવ સુધી ખૂબ જ સરળતાથી પહોંચી જશે, પરંતુ સત્‍ય એ છે કે તેને યુક્રેનની સેનાથી કઠોર સ્‍પર્ધા મળી છે. રશિયન સેનાના નબળા પ્રદર્શનની વચ્‍ચે પુતિનના ખરાબ સ્‍વાસ્‍થ્‍ય સાથે જોડાયેલા સમાચાર પણ સામે આવ્‍યા છે. એવું માનવામાં આવે છે કે તેમના જ લોકો હવે પુતિન વિરુદ્ધ ઉભા થઈ ગયા છે. મતભેદો હવે વધી રહ્યા છે

(4:06 pm IST)