Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

પાયલટની મંજૂરી લઈને ફલાઈટમાં જ કપલે કર્યા લગ્ન

ન્‍યૂયોર્ક, તા.૪: રેન્‍ડમ પ્‍લાન સૌથી શાનદાર અને યાદગાર પ્‍લાન તરીકે દેખાઈ શકે છે. આવુ કઈક અમેરિકાના એક દંપત્તિની સાથે થયુ. જેણે હાલમાં હવામાં લગ્ન કર્યા છે. દંપત્તિએ વિમાનમાં સહમતિથી લગ્ન કરી બધાને ચોંકાવી દીધા છે. હવાઈ જહાજમાં રહેલા પ્રવાસી આ અનોખા લગ્નના સાક્ષી બન્‍યાં છે. હવે તમે વિચારી રહ્યાં હશો કે એવી શું મજબૂરી હતી કે દંપત્તિએ હવામાં જ લગ્ન કરવા પડયા.

અમેરિકાના ઓક્‍લાહોમા શહેરમાં રહેતા પામ પેટરસન અને જેરેમી સાલ્‍ડાના લગ્ન લોસ વેગાસમાં થવાના હતા. જેના માટે બંને તૈયાર થઇને જતા હતા. પરંતુ અમુક કારણોને પગલે તેની ફલાઈટ કેન્‍સલ થઇ ગઇ. પહેલા તો તેઓ પોતાના લગ્નને લઇને વિચારી રહ્યાં હતા. પરંતુ આ દરમ્‍યાન તેની મુલાકાત ક્રિસ નામના શખ્‍સ સાથે થઇ. ક્રિસે તેમને કહ્યું કે તેઓ બંનેના લગ્ન કરાવી શકે છે. ત્‍યારબાદ તાત્‍કાલિક સાઉથ વેસ્‍ટ એરલાઈન્‍સમાં લાસ વેગાસ માટે ત્રણેયની ટિકિટ બુક કરાવી દીધી. પછી હવાઈ જહાજમાં દંપત્તિએ લગ્ન કર્યા.ᅠ

ત્રણેય લોકો પ્‍લેનમાં ચઢ્‍યા બાદ પાયલટને આખા મામલાને સમજાવી દીધો. પાયલટે પણ ફલાઈટની અંદર લગ્ન રચાવવાની મંજૂરી આપી દીધી. ત્‍યારબાદ ક્રૂ મેમ્‍બરે તેની મદદ કરી. આ રીતે દંપત્તિએ હવામાં સાથે જીવવા-મરવાની કસમ ખાધી. આ તસ્‍વીરોને સાઉથવેસ્‍ટ એરલાઈન્‍સે શેર કર્યો છે. ફલાઈટમાં રહેલા પ્રવાસીઓએ વેડિંગ ગેસ્‍ટ તરીકે સહી પણ કરી છે.ᅠ ઉલ્લેખનીય છે કે આ પોસ્‍ટને લાખો લોકોએ લાઈક કરી છે અને હજારો લોકોએ કોમેન્‍ટ કરી નવદંપત્તિને શુભેચ્‍છા આપી છે.

(4:07 pm IST)