Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

દેશના ઈતિહાસનો સૌથી મોટો એલઆઇસીની આઇપીઓ આજે ખુલ્‍યો છે. હવે ૯ મેં સુધી રોકાણકારો તેમાં રોકાણ કરી શકશે

બપોર સુધીમાં ૪૦ ટકા ભરાયો ઇસ્‍યુ LICનો IPO ખુલ્‍યો : ટનાટન પ્રતિસાદ : પોલીસી ધારકોનો હિસ્‍સો અઢી કલાકમાં જ ભરાઇ ગયો

નવી દિલ્‍હી તા. ૪ : દેશના ઈતિહાસનો સૌથી મોટો એલઆઇસીની આઇપીઓ આજે ખુલ્‍યો છે. હવે ૯ મેં સુધી રોકાણકારો તેમાં રોકાણ કરી શકશે.ᅠનોંધનીય છે કે આ આઇપીઓᅠ૯ᅠમેના રોજ સાંજેᅠ૫ᅠવાગ્‍યા સુધી ખુલ્લો રહેશે. એલઆઇસીનો આઇપીઓᅠખુલતાની સાથે જ રોકાણકારો તેના પર તૂટી પડ્‍યા છે.ᅠહાલમાં, આઈપીઓᅠખુલ્‍યાને અઢી કલાક વીતી ગયા છે અને આ સમયગાળા દરમિયાન પોલિસીધારકોનો હિસ્‍સો સંપૂર્ણપણે ભરાઈ ગયો છે. તે જ સમયે,ᅠઆ સમયગાળા દરમિયાનᅠ૪.૪૩ᅠકરોડ શેર માટે આઇપીઓ ભરાયો છે.

LIC IPOᅠલોન્‍ચ થયાના પહેલા દિવસે અઢી કલાકમાંᅠ૩૧ᅠટકા ઇશ્‍યૂ બુક થયો હતો. શરૂઆતના એક કલાકમાં પોલિસી ધારકોએ તેમાંᅠ૨૪ᅠટકા ભર્યા હતા,ᅠપરંતુ બીજા એક કલાકમાં આ શેરમાં જોરદાર ઉછાળો આવ્‍યો હતો. આઇપીઓᅠખુલ્‍યાના અઢી કલાકની અંદર એટલે કેᅠ૧૨.૩૦ᅠવાગ્‍યા સુધી, પોલિસીધારકોએ તેમનો સંપૂર્ણ હિસ્‍સો એટલે કેᅠ૧૦૦% ભરી લીધો છે. આના પરથી એવો અંદાજ લગાવી શકાય છે કે રોકાણકારો આᅠIPOમાં રોકાણ કરવાની કોઈ તક ગુમાવવા માંગતા નથી.

ᅠજયાં એક તરફ પોલિસીધારકો માટે આરક્ષિત હિસ્‍સો સંપૂર્ણ રીતે ભરવામાં આવ્‍યો છે. તો સાથે સાથે કર્મચારીઓમાં પણ આઈપીઓ અંગેનો ઉત્‍સાહ અટકતો નથી. જયારેᅠ૨૭ᅠટકા કર્મચારીઓએ પ્રથમ કલાકમાં આઇપીઓᅠઆ અઢી કલાકમાં કર્મચારીઓ માટે અનામત શેરᅠ૫૨ᅠટકા સુધી ભરાઈ ગયો હતો. દરમિયાન રિટેલ રોકાણકારોની વાત કરીએ તો તેનેᅠ૩૪ᅠટકા સબસ્‍ક્રિપ્‍શન મળ્‍યું છે.ᅠ

LIC IPOને લઈને રોકાણકારોમાં ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. જયારે ઇશ્‍યૂ શરૂ થયાની દસ મિનિટમાં ૧.૬ મિલિયનથી વધુ શેર માટે રોકાણ કરવામાં આવ્‍યું છે.ᅠત્‍યારે આઇપીઓને એક કલાકની અંદરᅠ૧૨ᅠટકા સબસ્‍ક્રિપ્‍શન મળ્‍યું હતું. કર્મચારીઓ માટે આરક્ષિત શેર આ એક કલાકમાંᅠ૨૭ᅠટકા સુધી ભરાઈ ગયો,ᅠજયારે પોલિસીધારકો માટે આરક્ષિત શેરᅠ૨૪ᅠટકા સુધી ભરાઈ ગયો,ᅠજયારે રિટેલ રોકાણકારોએ અત્‍યાર સુધીમાંᅠ૧૮ᅠટકા સબ્‍સ્‍ક્રાઇબ કર્યું છે. બિન-સંસ્‍થાકીય રોકાણકારોની વાત કરીએ તો,ᅠઅહીંથીᅠIPOને પ્રથમ કલાકમાં ચાર ટકા સબસ્‍ક્રિપ્‍શન મળ્‍યું છે.

ᅠખુલ્‍યાની દસ મિનિટની અંદર,ᅠઇશ્‍યૂનેᅠ૩ᅠટકા સબસ્‍ક્રિપ્‍શન મળી ગયું હતું,ᅠજયારેᅠ૭ᅠટકા કર્મચારીઓનું રિઝર્વ બુક થયું હતું. તે જ સમયે,ᅠસવારેᅠ૧૦.૩૧ᅠવાગ્‍યા સુધી છૂટક રોકાણકારોનો હિસ્‍સો પાંચ ટકા સબસ્‍ક્રાઇબ થયો હતો. આ ઉપરાંત,ᅠપોલિસીધારકો માટે અનામત હિસ્‍સોᅠ૩ᅠટકા હતો અને બિન-સંસ્‍થાકીય રોકાણકારોᅠ૧ᅠટકા ભરાયો હતો.

આᅠIPOનું કદᅠ૨૧ᅠહજાર કરોડ રૂપિયા છે,ᅠજે તેને અત્‍યાર સુધીનો સૌથી મોટોᅠIPOᅠબનાવે છે. આᅠIPOની પ્રાઇસ બેન્‍ડᅠ૯૦૨-૯૪૯ᅠરૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. નિષ્‍ણાતોનું કહેવું છે કે તેમાં રોકાણ લાંબા ગાળા માટે નફાકારક સોદો સાબિત થઈ શકે છે. શેરબજારમાં તેનું લિસ્‍ટિંગᅠ૧૭ᅠમેના રોજ થશે.

(3:35 am IST)