Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

LICનો આઈપીઓ પ્રથમ ૩ કલાકમાં જ ૩૫ ટકા ભરાયો

શેરબજારના સૌથી મોટા આઈપીઓ પર પૈસાનો વરસાદ ઃ એલઆઈસીના આઈપીઓનો વિરોધ કર્મચારી વર્ગ જોરશોરથી કરી રહ્યો છે પરંતુ કર્મચારી ક્વોટા ૫૮% ભરાયો

નવી દિલ્હી, તા.૪ ઃ ભારતના સૌથી મોટા આઈપીઓનું ભરણું આજે ખુલી ગયું છે. રૃ. ૨૧૦૦૦ કરોડ એકત્ર કરવા માટે ભારતીય જીવન વિમા નિગમનો આઈપીઓ ખુલી ગયો છે. જોકે નાના રોકાણકારો તરફથી આઈપીઓને પ્રથમ દિવસે જ બમ્પર રીસ્પોન્સ મળી રહ્યો છે. શરૃઆતી કલાકોમાં જ અમુક કેટેગરીઓ તરફથી જોરદાર પ્રતિસાદ સાંપડી રહ્યો છે.

લાઈવ ડેટા અનુસાર ૧ વાગ્યા એટલેકે શરૃઆતી ૩ કલાકમાં જ એલઆઈસીનો ૨૧,૦૦૦ કરોડનો આઈપીઓ ૩૫% ભરાઈ ચૂક્યો છે. આ સમયગાળામાં ક્યુઆઈબી કેટેગરી તરફથી ૧%ની પણ બિડ નથી આવી પરંતુ એનઆઈબી કેટેગરીમાં ૮% સબસ્ક્રિપ્શન મળ્યું છે જ્યારે રિટેલ કેટેગરીમાં ૩૭% સબસ્ક્રિપ્શન મળી ગયું છે.

મહત્વની વાત એ છે કે એલઆઈસીના આઈપીઓનો વિરોધ કર્મચારી વર્ગ જોરશોરથી કરી રહ્યો છે પરંતુ કર્મચારી ક્વોટા ૫૮% ભરાઈ ગયો છે. ચોંકાવનારી વાત એ છે કે એલઆઈસીના આઈપીઓ માટે એલઆઈસીના પોલિસીધારકોમાં ગાંડાતૂર ક્રેઝ જોવા મળી રહ્યો છે. પોલિસીધારકોનો ક્વોટા ૧૧૭% સબસ્ક્રાઈબ થઈ ગયો છે.

આમ કુલ આપીઓ ૩૫% ભરાઈ ચૂક્યો છે એટલેકે પ્રતિ કલાક ૨૪૫૦ કરોડની બિડિંગ મળી રહી છે. આમ પ્રતિ સેકન્ડ એલઆઈસી આઈપીઓમાં શેર ખરીદવા માટે ૬૮ લાખ રૃપિયાની અરજીઓ મળી રહી છે.

(8:03 pm IST)