Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

વડાપ્રધાન મોદીની ફ્રાંસની મુલાકાત પહેલા જ ભારતને ઝટકો : ફ્રાન્સનો સબમરીન પ્રોજેક્ટમાં જોડાવવા ઇન્કાર

પીએમ મોદી અને ફ્રાંસના રાષ્ટ્રપતિ એમન્યુએલ માર્કોન વચ્ચે સીધી મંત્રણાના એક દિવસ પહેલા જ જાહેરાત

નવી દિલ્હી :  વડાપ્રધાન મોદીની ફ્રાંસની મુલાકાત પહેલા જ ભારતને ફ્રાંસની સરકારે એક મોટો ઝટકો આપ્યો છે.. ભારતસરકારે ફ્રાંસના સહયોગથી છ સબમરીનને સ્થાનિક રીતે બનાવવા માટે કરાર કર્યો હતો. ફ્રાંસના નેવલ ગ્રુપે આ યોજનામાં જોડવા માટે પોતે અસમર્થ હોવાની જાહેરાત કરી છે.

ફ્રાંસના નેવલ ગ્રુપે જણાવ્યું હતું કે આ પ્રસ્તાવની જે શરતો મોકલવામાં આવી છે તેમાં જોડાવા માટે ફ્રાંસ અસમર્થ છે. આ જાહેરાત પીએમ મોદી અને ફ્રાંસના રાષ્ટ્રપતિ એમન્યુએલ માર્કોન વચ્ચે સીધી મંત્રણાના એક દિવસ પહેલા જ આ જાહેરાત સામે આવી છે. ભારત સરકારે એર ઈન્ડીપેંડન્ટ પરોપલશનની સગવડ ધરાવતી છ સબમરીન માટે P-75 નામનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો.

P-75 ધરાવતી સબમરીન લાંબો સમય સુધી, વધારે ઝડપથી તરી પણ શકે છે અને વધારે સમય સુધી દરિયાઈ સપાટીથી નીચે રહી શકે છે. ભારત સરકારે ગત જૂનમાં આ પ્રોજેક્ટને મંજુરી આપી હતી અને આ સબમરીન ભારતના લાર્સન એન્ડ ટુબ્રો અને કેન્દ્ર સરકારની માલિકીના મઝગાવ ડોક ખાતે બનવાની હતી.

(8:07 pm IST)