Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

કેચ પકડવા માટે ડાઇવ લગાવતા ઇજાગ્રસ્ત થયા રવિન્દ્ર જાડેજા : થોડીવાર માટે રોકવો પડ્યો મેચ

પગ ઘાસમાં ફસાયા અને તે કેચ પણ છૂટી ગયો:પડ્યા ત્યાં હાથના ભારે પડ્તા શરીરનો આખો ભાર તેના પર જ આવી ગયો.

મુંબઈ :રૉયલ ચેલેન્જર્સ બેંગલુરૂ સામે જ્યારે રવિન્દ્ર જાડેજા ફિલ્ડિંગ કરી રહ્યા હતા, તે સમયે તેમણે એક કેચ પકડવા માટે એવી ડાઇવ લગાવતા ઈજાગ્રસ્ત થયો હતો રૉયલ ચેલેન્જર્સ બેંગલુરૂની ઇનિંગની 18મી ઓવરમાં થયું. 17.3 બોલ પર જ્યારે આરસીબીના મહિપાલ લૉમરૉરે હવાઈ શોટ રમ્યો તો બૉલ 30 ગજના ઘેરાથી બહાર ગઇ. ડીપ કવરમાં ઉભેલા રવિન્દ્ર જાડેજા ઘણા દૂર સુધી દોડ્યા અને કેચ પકડવાનો પ્રયાસ કર્યો.

પરંતુ આ દરમિયાન તેમના પગ ઘાસમાં ફસાયા અને તે કેચ પણ છૂટી ગયો. રવિન્દ્ર જાડેજા જ્યાં પડ્યા ત્યાં હાથના ભારે પડ્યા, તેવામાં શરીરનો આખો ભાર તેના પર જ આવી ગયો. આ દરમિયાન મેચ રોકવી પડી.

   
 
   
(11:22 pm IST)