Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

ભીખ માગી ગુજરાન ચલાવતી વૃદ્ઘ મહિલા નીકળી લાખોપતિઃ ઝૂંપડીમાં જયાં જુઓ ત્યાં નોટો જ નોટો

જમ્મુ, તા.૪: જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં એક વૃદ્ઘ ભિખારી મહિલાએ સૌ કોઈને ચોંકાવી દીધા છે. હકીકતમાં ભીખ માંગીને ગુજરાન ચલાવતી આ મહિલાની ઝૂંપડીમાંથી લાખો રૂપિયાના સિક્કા અને નોટો મળી આવી છે. આ મહિલાની ઝૂંપડીમાંથી લગભગ ૨,૬૦,૦૦૦ રૂપિયા મળી આવ્યા છે.

વોર્ડ મેંમ્બરે જણાવ્યુ હતું કે, આ મહિલા અહીં ૩૦ વર્ષથી રહે છે. કાલે રાજૌરીથી ટીમ આવીને આ વૃદ્ઘાને લઈ ગયા હતા. નગરપાલિકાની ટીમે ઘરમાં જઈને કચરાની પેટીઓમાં રાખેલી નોટો શોધી કાઢી હતી.

આપને જણાવી દઈએ કે, હાલમાં ભિખારીઓને આશ્રય ગૃહમાં ટ્રાંસફર કરવામાં આવી રહ્યા છે. ત્યારે અહીંથી એક રસપ્રદ મામલો સામે આવ્યો છે. જયાં આ મહિલા પાસેથી લાખો રૂપિયા મળી આવ્યા છે. જો કે, આ આખી રકમ નાની કરેન્સીમાં હતી, જેથી પ્રશાસનને ગણવામાં પરસેવો છૂટી ગયો હતો.

(10:27 am IST)