Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

જૂન મહિનામાં બીજી વખત થયો ભાવ વધારો

પેટ્રોલ-ડીઝલે તોડયા તમામ રેકોર્ડઃ આજે ફરી વધ્યા ભાવ

નવી દિલ્હી, તા.૪: પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો તમામ રેકોર્ડ તોડી દીધા છે. બે દિવસ બાદ આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો નોંધાયો છે. આજે ૪ જૂને સરકારી ઓઇલ કંપનીઓએ  પેટ્રોલમાં ૨૭ પૈસા પ્રતિ લીટર અને ડીઝલમાં ૨૮ પૈસા પ્રતિ લીટરનો વધારો ઝીંકી દીધો છે. આ વધારા બાદ દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ ૯૪.૭૬ રૂપિયા પ્રતિ લીટર તો ડીઝલ ૮૬.૬૬ રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે. નોંધનીય છે કે આ પહેલા ૧ જૂને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઉછાળો આવ્યો હતો.

જૂન મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બે વાર વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ મે મહિનામાં સમયાંતરે ૧૭ વાર વધારો થયો હતો. આ વધારા બાદ પેટ્રોલ ૪.૧૭ રૂપિયા પ્રતિ લીટર મોંદ્યું થઈ ગયું હતું. તો બીજી તરફ ડીઝલના ભાવમાં પણ ૪.૬૦ રૂપિયાનો વધારો થયો હતો. અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂપિયા પ્રતિ લીટરને પાર થઈ ગયો છે.

દિલ્હી- પેટ્રોલ ૯૪.૭૬ રૂપિયા અને ડીઝલ ૮૫.૬૬ રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈ- પેટ્રોલ ૧૦૦.૯૮ રૂપિયા અને ડીઝલ ૯૨.૯૯ રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નઈ- પેટ્રોલ ૯૬.૨૩ રૂપિયા અને ડીઝલ ૯૦.૩૮ રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતા- પેટ્રોલ ૯૪.૭૬ રૂપિયા અને ડીઝલ ૮૮.૫૧ રૂપિયા પ્રતિ લીટર છે.

(10:28 am IST)