Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

ખાદ્યતેલની આયાત ડ્યુટી ઘટાડવા હિલચાલ

સરકાર માને છે કે ડ્યુટી ઘટતા ભાવો નીચા જશે

નવી દિલ્હી,તા.૪ : ખાદ્યતેલના ભાવ ગત મહિને વિક્રમી સપાટીએ પહોંચ્યા બાદ હવે સરકાર આખરી નિર્ણય તરીકે તેની આયાત ડ્યુટીમાં ઘટાડો કરવા અંગે વિચારણા કરી રહ્યા છે. તેમ એક અગ્રણી ન્યુઝ એજન્સી રોઇટર્સના સુત્રોના હવાલે ખબર છપાય છે બે સરકારી અને બે ઉદ્યોગો સાથે સંકળાયેલા વર્ગનું કહેવુ છે કે ડ્યુટીમાં ઘટાડો ગમે ત્યારે આવી શકે છે.

કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે કોઇ સુધી કોઇ નક્કર નિર્ણય લેવાયો નથી, પરંતુ સરકારનો હેતુ એવો છે કે ડ્યુટી ઘટશે તો સ્થાનિક ભાવ તુરંત નીચા આવી જશે અને વપરાશ વધશે. જો કે જાણકારો કહે છે કે આવું થશે તો મલેશિયાની નિકાસમાં વધારો થશે અને સોયાતેલ -સનફલાવર તેલ પણ ઉચકાશે-સનફલાવર તેલ પણ ઉચંકાશે. બીજી તરફ સ્થાનિક રાયડો, સોયાબીન અને મગફળીના ભાવ દબાય શકે છે.

ખાદ્યતેલની આયાત ડ્યુટી સાથે સંકળાયેલા બે અધિકારીઓ કહે છે કે હાલમાં ખાદ્યતેલની આયાત કહે છે કે હાલમાં ખાદ્યતેલની આયાત ડ્યુટીનો નિર્ણય વિચારણા હેઠળ છે પરંતુ સરકાર ચાલુ મહિનામાં ગમે ત્યારે આ અંગે નિર્ણય લે તેવી પૂરી સંભાવના છે. વાણિજ્ય મંત્રાલયની સાથે ગ્રાબત બાબતોનું મંત્રાલય પણ આ બાબતો સાથે સીધુ સંકળાયેલુ છે.

બીજી તરફ એક સરકારી સુત્ર એવુ પણ કહે છે કે સરકાર પહેલા તેલીબિયાં પાકોના વાવેતરની સ્થિતી જોવા માંગે છે બાદ કોઇ નિર્ણય લેશે. કારણ કે સૂચનો આવ્યા છે તેમાં એવા સૂચનો પણ છે કે સરકાર ડ્યુટી ઘટાડશે અને સ્થાનિક તેલીબિયા બહુ ઘટી જશે તો ખેડૂતો વાવેતર ઘટાડી દેશે. આવા કિસ્સામાં સરકારનો મૂળ હેતુ માર્યો જશે. વળી મોટા ભાગના તેલીબિયા સંગઠનો ખાદ્યતેલની આયાત ડ્યુટી ઘટાડાનો વિરોધ કરી રહ્યા છે. જો ડ્યુટી ઘટશે તો સરવાળે નિકાસકાર દેશોના ખેડૂતોને જ ફાયદો થશે.

ખાદ્યતેલની આયાત ડ્યુટીને લઇને સરકાર પણ મુંઝવણમાં છે. જેને પગલે છેલ્લા પંદર દિવસથી આ કોકડુ ગુંચવાયું છે અને સરકાર નિર્ણય લઇ શકતી નથી. સરકાર જો મોડો નિર્ણય લેશે તો તેની અસર ઓછી થાય તેવી પણ ધારણાં છે.

(10:35 am IST)