Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

પૂર્વ ફાસ્ટ બોલર વેંકટેશ પ્રસાદે 'શ્રીરામ સ્તુતી' ગાઇ :અર્થ પણ સમજાવ્યો : વિડીયો વાયરલ

પ્રસાદે સોશિયલ મીડિયા પર શરે કરેલા વિડીયો માં કેપ્શનમાં 'શ્રીરામ સ્તુતી' ને લઇને જાણકારીની ઝલક દર્શાવી

મુંબઈ : ભારતીય પૂર્વ ઝડપી બોલર વેંકટેશ પ્રસાદ ક્રિકેટ નહી, ભગવાન શ્રીરામજી ને વાત સાથે જોવા મળ્યો છે. પ્રસાદ ભારતીય ક્રિકેટ ટીમમાં એકસમયે મહત્વનો બોલર હતો. પરંતુ હાલમાં તેણે સોશિયલ મીડિયા પર વિડીયો શેર કર્યો છે. જે વિડીયોમાં તે પોતે ભગવાન શ્રીરામની સ્તુતીની પંક્તિઓ તે ગાય છે. સાથે જ તે પંકિતીઓના અર્થ સમજાવે છે.

પ્રસાદે સોશિયલ મીડિયા પર શરે કરેલા વિડીયો માં કેપ્શનમાં 'શ્રીરામ સ્તુતી' ને લઇને જાણકારીની ઝલક દર્શાવી હતી. કેપ્શનમાં લખ્યુ હતુકે, શ્રીરામ સ્તુતી એક આરતી છે. જેને 16મી સદીમાં ગોસ્વામી તુલસીદાસજીએ લખ્યુ હતુ. આ ભગવાન રામને પ્યારી આરતી છે. કેટલીક પંક્તિઓને તેના મતલબ સાથે શેર કરવા પ્રયાસ કર્યો છે. શ્રીરામ સ્તુતી સંસ્કૃત અને અવધી ભાષામાં લખાયેલી છે.

 

વિડીયોમાં પ્રસાદે શ્રીરામ સ્તુતીનો પ્રથમ હિસ્સો ગાયો હતો. જે પંક્તિ 'શ્રી રામ ચંદ્ર કૃપાળુ ભજનમ હરણ ભાવ ભય દારુણમ્. નવકંજ લોચન કંજ મુખાકર, કંજ પદ કંજારુણમ્'. તેનો મતબ સમજાવ્યો હતો કે, 'હે મારા મન તુ ભગવાન રામનુ નામ લે જે સારા દુખ દર્દ દુર કરે છે. તેમની આંખો નવા ખિલેલા કમળ જેવી છે. તેમનો ચહેરો. હાથ અને પગ પણ કમળના ફુલની જેમ ગુલાબી છે'.

બીજો હિસ્સો ગાતા, 'કંદર્પ અગણિત અમિત છવી નવ નીલ નીરજ સુંદરમ્. પટ્પીત માનહુ તડિત રુચિ શુચિ નૌમી જનક સુતાવરમ્'. તેનો અર્થ સમજાવતા કહે છે. 'તેઓ જોવામાં એટલા જ સુંદર છે. જેટલા કામદેવ છે. તેમની છબી હળવા આસમાની રંગના વાદળોની જેમ છે. તેમના પીળા વસ્ત્રો વિજળીના જેમ ચમકે છે. હું જનકની પુત્રી સીતા ના ગુણવાન પતિ ની આગળ મારુ માથુ ઝુકાવું છું'.

(1:19 pm IST)