Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

અંતિમ સંસ્કાર પણ પર્યાવરણને અનુકુળ થવા જોઇએઃ મેનકા ગાંધી

કોઇ પણ વ્યકિતના મૃત્યુ બાદ તેના મૃતદેહની અંતિમ ક્રિયાની પધ્ધતી એવી હોવી જોઇએ કે જેનાથી પૃથ્વીના પોષણમાં મદદ મળે

નવી દિલ્હી, તા., ૪: કોરોના કાળમાં મારા ઘણા બધા પરીચીતો ભગવાનને પ્યારા થઇ ગયા, બે વ્યકિતના મૃત્યુ તો ગણત્રીની મીનીટોમાં થઇ ગઇ જયારે હું તેમના માટે ઓકસીજનની વ્યવસ્થા કરવા માટે ફોન ઉપર વાત કરી રહી હતી. આ ઘટનાઓ વચ્ચે હું વિચારમાં પડી ગઇ કે દુર્ભાગ્યથી મારૂ મૃત્યુ કોરોનાથી થાય તો મારા અંતિમ સંસ્કાર કોવીડ પ્રોટોકોલ મુજબ જ કરી નાખવામાં આવશે. જયારે હું અભિનેતા લ્યુક પેરીની જેમ પોતાના અંતિમ સંસ્કાર માટે પ્રકૃતીની ગોદ પસંદ કરૂ છું. પેરીનું અવસાન પર વર્ષની ઉંમરમાં થયું હતું. તેની ઇચ્છા મુજબ તેના શબને બાયોડીગ્રેડેબલ સુટમાં દફનાવવામાં આવ્યું. આ સુટને બનાવવામાં મશરૂમનો ઉપયોગ થયો હતો.'મશરૂમ સુટ' નામથી જાણીતો આ સુટ મૃતદેહને ગળવાની પ્રક્રિયામાં મદદ કરે છે.

શરીરમાંથી નિકળવાવાળા ઝેરીલા રસાયણોનો પ્રભાવ ખત્મ કરે છે અને પોષક તત્વો છોડમાં નાખે છે. અમેરીકામાં એક કંપની પોતાની રીતે રિસાઇકલ થવાવાળા આવા ઓર્ગેનીક સુટ બનાવે છે. આ સુટ મશરૂમ અને સુક્ષ્મ જીવાણુને મેળવીને બનાવવામાં આવે છે. આ તત્વો મૃતદેહને કંમ્પોસ્ટમાં તબદીલ કરવામાં મદદરૂપ થાય છે. આ શરીરના ઝેરીલા તત્વોને ખતમ અને તેના પોષક તત્વો છોડ માટે તારવે છે. આ પ્રકારે પાર્થીવ દેહનો ઉપયોગ છોડના રૂપમાં એક નવા જીવન માટે થાય છે.

પેરીની દિકરીએ ઇન્સ્ટ્રાગ્રામ ઉપર લખ્યું છે કે તેમના પિતાની અંતિમ ઇચ્છા મુજબ તેમને એક ઓર્ગેનીક સુટમાં દફનાવવામાં આવ્યા હતા. ડચ અનુસંધાનકર્તા બોબ હેન્ડ્રીંકસએ અંતિમ સંસ્કાર માટે આવા સુટનું સંશોધન કર્યુ હતું.  તેનો ઉદેશ શરીરને વિખંડીત કરવાની પ્રક્રિયાને વેગ આપવાનો હતો. જે જગ્યાએ તેને દફનાવવામાં આવ્યું છે તેની આજુબાજુની માટીને શબ વધુ સારી બનાવે છે. આ પ્રક્રિયા માટે થોડા વર્ષનો સમય લાગે છે. ઓર્ગેનીક તત્વોને સાથે મેળવીને બનાવવામાં આવેલા આ 'લીવીંગ કોકુન' ને એક ઢાંચામાં રાખી દેવામાં આવે છે. ધીરે-ધીરે ઓર્ગેનીક તત્વો જૈવીક પ્રક્રિયા કરી પુરા ઢાંચાને ભરી દે છે અને લગભગ એક સપ્તાહમાં આ ઢાંચો તાબુતનો આકાર લઇ લે છે. આ માટીમાં ડીસ્પોઝીબલ તાબુત મળી જાય છે. આ માટીથી ભારી ધાતુ, ઇંધન, ફાર્મા, પેસ્ટીસાઇડ અને હરબીસાઇડ સહીતની અન્ય અશુધ્ધીઓ નીકળી જાય છે. આવી રીતે લીવીંગ કોકુન દેહને પ્રકૃતિ સાથે એકાકાર કરવાનું કાર્ય કરે છે. જેનાથી પ્રદુષણ ફેલાતુ નથી અને મૃતદેહની  ગુણવતામાં સુધાર થાય છે. કોર્નલ યુનિવર્સિટીના સંશોધન મુજબ અમેરીકામાં કબરો દર વર્ષે લગભગ ૪.૩ મીલીયન ગેલન શબલેપન દ્રવ્ય નાખવામાં આવે છે અને આમાં ૮ર૭૦૬૦ ગેલન ફોર્મએલ્ડિહાઇડ, મીથેલોન, બેંઝીન, ગ્લુટારએલ્ડીહાઇડ અને ફીનોલ નાખવામાં આવે છે. શબોને કોફીનમાં રાખવામાં આવે છે. લાકડુ, ત્રાંબુ, કાંસુ અને સ્ટીલ જેવી ધાતુ બનાવવામાં આવેલા કોફીન પર્યાવરણ માટે હાનીકારક છે. પર્યાવરણમાં લોખંડ, શીશુ, ઝીંક, કોબાલ્ટ અને હજારો ટન ઝેરીલુ પ્લાસ્ટીક છોડે છે. અંતિમ સંસ્કારની અન્ય પ્રણાલીઓ પણ આ પ્રકારે પર્યાવરણ માટે પ્રદુષણનું કારણ બને છે. મૃતદેહ માટે કોઇ પણ પ્રકારે અસન્માનની ભાવના નથી થતી પરંતુ હું નથી ઇચ્છતી કે મારો મૃતદેહ પર્યાવરણ માટે નુકશાનકારક બને. આ માટે અંતિમ સંસ્કાર પર્યાવરણને અનુકુળ થવા જોઇએ. ધીરે-ધીરે લોકો 'ગ્રીન ફયુનરલ'ની આવશ્યકતાને સમજશે. દેહને પંચતત્વમાં વીલીન કરવાની પધ્ધતી એવી હોવી જોઇએ કે જે પૃથ્વીના પોષણ માટે મદદરૂપ હોય. હું પણ ઇચ્છુ છું કે મારો મૃતદેહ પ્રકૃતિને પોષીત કરવામાં કામ આવે.

(3:25 pm IST)