Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

નવી શિક્ષણ નીતિ અંતર્ગત CBSE શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રમાં કોડીંગ અને ડેટા સાયન્સના કોર્ષ

નવી શિક્ષણ નીતિમાં આપેલા વચનો મુજબ નવા અભ્યાસક્રમો શરૂ થશે

નવી દિલ્હી તા. ૪ : કેન્દ્રીય શિક્ષણ બોર્ડ CBSE શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રમાં કોડીંગ અને ડેટા સાયન્સના અભ્યાસક્રમ શરૂ કરવામાં આવનાર છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાએ ટ્વીટ કરીને જાહેરાત કરી છે કે નવી શિક્ષણ નીતિમાં અનેક વચનો આપવામાં આવ્યા છે. જેમાં શાળાઓમાં અભ્યાસક્રમમાં કોડીંગ અને ડેટા સાયન્સનો સમાવેશ કરવામાં આવશે.

શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે, મને આનંદ છે કે, CBSE શૈક્ષણિક સત્ર ૨૦૨૧માં આપવામાં આવેલ વચન પૂર્ણ થઇ રહ્યા છે. માઇક્રોસોફટના સહયોગથી સીબીએસઇ દેશની ભાવી પેઢીઓને નવા જમાનાનું કૌશલ્ય શિખડાવીને સશકત બનાવશે.

CBSE કોડીંગ ધો. ૬ થી ૮ સુધી ૧૨ કલાકના સ્કીલ મોડયુલ પર સમાવેશ કર્યા છે. આમા બાળકોની વિચારશકિતની ક્ષમતા વધશે. તેઓ આર્ટીફીશ્યલ ઇન્ટેલીજન્સ પણ જાણી શકશે. ડેટા સાયન્સ વિષય વિદ્યાર્થીઓ સમજી શકશે કે કેવી રીતે ડેટાનો સંગ્રહ કરી શકાય.

(3:25 pm IST)